Himmatnagarની હૃદયમ હોસ્પિટલ બહાર મૃતક દર્દીના પરિવારજનોએ કર્યો હલ્લાબોલ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-03 17:07:11

જેને હૃદયની બિમારી હોય છે તેવા લોકોને અનેક વખત હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવતા હોય છે. હૃદય સારી રીતે ચાલે અને લોકો લાબું જીવે તે માટે સારવાર કરાવતા હોય છે. લાખો રુપિયા આ સારવાર પાછળ ખર્ચવામાં આવે છે. સારવાર બાદ અનેક લોકો સારી રીતે જીવી શકે છે કોઈ પણ તકલીફ વગર.. પરંતુ કોઈ વખત સ્ટેન્ડ મૂકાયા બાદ પણ દર્દીનું મોત થઈ જતું હોય છે. ત્યારે હિંમતનગરથી આવા સમાચાર સામે આવ્યા છે.     


દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમયની અંદર થઈ ગયું મોત

હાર્ટની પ્રોબ્લેમ અનેક લોકોને આજ કાલ થઈ રહી છે. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સો સતત વધી રહ્યા છે. જો દિલ નબળું હોય અને સારી રીતે કામ ન કરતું હોય તો હૃદયમાં સ્ટેન્ડ લગાવવામાં આવે છે. સ્ટેન્ડ મૂકાયા બાદ તકલીફ ઓછી પડે છે અને સારી રીતે દર્દી પોતાનું જીવન ગાળી શકે છે. પરંતુ અનેક કેસો એવા હોય છે જેમાં સ્ટેન્ડ મૂકાયાના થોડા સમય બાદ તકલીફ થવા લાગે છે. ત્યારે હિંમતનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમય બાદ દર્દીનું મોત થઈ ગયું. સ્ટેન્ડ મૂકાવ્યા બાદ દર્દીનું મોત થતા પરિવારજનોએ હૃદયમ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો. 


ડોક્ટરની ભૂલને કારણે થયું દર્દીનું મોત - પરિવારજનોનો આક્ષેપ

હોસ્પિટલની બહાર પરિવારજનોએ હલ્લાબોલ કર્યો હતો. હોબાળોને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરની ભૂલને કારણે દર્દીનો જીવ ગયો છે. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વાત વધારે વધે તે પહેલા સમગ્ર મામલે સમાધાન થઈ ગયું છે. મહત્વનું છે કે હોસ્પિટલમાં આવું હલ્લાબોલ કરાતા બીજા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      


 સમગ્ર મામલે કરાયું સમાધાન 

હિંમતનગરની હૃદયમ હોસ્પિટલમાં દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા બાદ થોડાક જ સમયમાં દર્દીનું મોત થતાં હોબાળો થયો હતો.... આ હોબાળા ના પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી..દર્દીનું ડોક્ટરની ભૂલથી મોત થયું હોવાનું ત્યાં હાજર લોકોમાં આક્રોશ હતો... જો કે બાદમાં સમગ્ર મામલે સમાધાન થયું હતું...




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?