પાવાગઢ મહાકાળીના મંદિરમાં વધારાશે સુવિધા, ભક્તોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-19 15:10:33

પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના દર્શન કરવા ભક્તોએ અનેક સિડી ચઢવી પડતી હોય છે. પરંતુ અનેક ભક્તોને પગથિયા હોવાને કારણે તકલીફ પડતી હોય છે. ત્યારે દર્શનાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. લિફ્ટનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


રોપ-વે પછી પણ ચઢવા પડે છે પગથિયા 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. મુખ્યત્વે દરેક શક્તિપીઠ પહાડો પર આવેલા છે. પાવગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે. હજારોની સંખ્યામાં માઈ ભક્તો મંદિરની મુલાકાત લેતા હોય છે. માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓએ અનેક પગથિયા ચઢવા પડે છે. દર્શનાર્થીઓની સુવિધા માટે રોપ-વેની સુવિધા કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ અનેક પગથિયા ચઢવા પડે છે. બે લિફ્ટ બનાવામાં આવશે. 


બે લિફ્ટની કરાશે વ્યવસ્થા

પગથિયાને કારણે વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ તકલીફને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  રોપ-વે બાદ પણ 450 પગથિયા ચઢવા પડે છે પરંતુ લિફ્ટનું નિર્માણ થયા બાદ દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે. અને માત્ર અમુક સેકેન્ડમાં માતાજીના મંદિરે પહોંચી જવાશે.      



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...