શાહરૂખ ખાનના ફેન્સની આતુરતાનો આવ્યો અંત, આવતી કાલે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-09 16:06:36

25 ડિસેમ્બરે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખની સાથે દિપીકા પાદુકોણ જોવા મળવાની છે. ચાર વર્ષ પછી શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળવાના છે. પઠાણ ફિલ્મનું ટ્રેલર આવતી કાલે રિલીઝ થવાનું છે. શાહરૂખના ફેન્સ ટ્રેલરને લઈ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આવતી કાલે 11 વાગ્યે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. 


પઠાણ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળશે સલમાન ખાન!!! 

પઠાણ ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ શાહરૂખ ખાનના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. એવા સમાચાર હતા કે 11 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે પરંતુ હવે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રેલરના ટાઈમ અને ડેટ અંગે જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યું કે એક પઠાણ આવી રહ્યો છે તમારૂ દિલ જીતવા. પઠાણનું ટ્રેલર કાલે 11 વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેલરમાં સલમાન પણ દેખાઈ શકે છે. અટકળો એવી લગાવવામાં આવી રહી છે કે આ ટ્રેલરના ટુકડામાં સ્પાઈ યૂનિવર્સના આઈરન મેન, સલમાન ખાન પણ દેખાઈ શકે છે.   

Protest against Shah Rukh Khan's film 'Pathan', #BoycottPathaan trended on  Twitter | Sandesh


Blast From Past: Shah Rukh Khan, Salman Khan are all smiles as they pose  with Amrish Puri on Karan Arjun sets | PINKVILLA


ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ   

પઠાણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. બેશરમ રંગ સોન્ગને લઈ વિવાદ છેડાયો હતો. આ ગીતમાં જે રંગનો ઉપયોગ થયો હતો તેને લઈ ફિલ્મનો વિરોધ થયો હતો. વિવાદ વધતા ફિલ્મમાંથી અનેક સિન કટ કરી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મનું ટ્રેલર અનેક ભાષાઓમાં રિલીઝ થવાનું છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?