છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનના ફેન્સ કિંગ ખાનને મોટા પડદા પર જોવા માટે આતુર હતા. શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને લઈ શાહરૂખના ફેન્સમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. મહત્વનું છે કે જવાન ફિલ્મ પહેલા પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન જોવા મળ્યા હતા.
જવાન ફિલ્મના ટ્રેલરને મળ્યો સારો રિસ્પોન્સ
આપણે ત્યાં લોકોના આદર્શ રિયલ હિરોઝ નહીં પરંતુ ફિલ્મોના એક્ટર હોય છે. જેટલા લોકો આર્મીના કે પોલીસના ફેન્સ નથી હોતા તેટલા ફેન્સ બોલિવુડ સ્ટારના હોય છે. કરોડો લોકો અભિનેતાઓના ચાહકો હોય છે. ત્યારે શાહરૂખાનના ફેન ફોલોઈંગની તો વાત જ ક્યા કરવી. જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે શાહરૂખ ખાનના ઘર આગળ શાહરૂખ ખાનની એક ઝલક માટે લોકો ભેગા થતા હોય છે અને કલાકો સુધી તેમની રાહ જોતા હોય છે. ત્યારે આજે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મને તો સારો રિસ્પોન્સ મળશે તેવું લાગે છે પરંતુ ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. દર્શકો ફિલ્મને લઈ ઉત્સુક દેખાઈ રહ્યા છે.
ડબલ રોલમાં જોવા મળી શકે છે કિંગ ખાન
ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆત શાહરૂખ ખાનના વોઈસ ઓવરથી થાય છે. વોઈસ ઓવરમાં કહેવામાં આવે છે કે એક રાજા થા... એક પછી એક યુદ્ધ હારી રહ્યો હતો. તે ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ભટક્યો હતો. તે ખૂબ જ ગુસ્સામાં હતો. જવાનનું ટ્રેલર રિલીઝ થતાં જ માત્ર થોડા કલાકોની અંદર જ મિલીયનથી વધારે views આવી ગયા હતા. જેમ જેમ જવાનનું ટ્રેલર આગળ વધે છે તેમ તેમ ટ્રેલર એકદમ એક્શન વાળું થતું જાય છે. ટ્રેલરની શરૂઆતમાં જ ટ્રેન હાઈઝેક થઈ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અલગ અલગ રોલમાં જોવા મળી રહ્યા છે. ક્યારે મેજર બનીને દુશ્મનોથી લડે છે તો ક્યારેક વિલન બની લોકોને ડરાવે છે.
7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ
શાહરૂખ ખાન ઉપરાંત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા સહિતના અનેક કલાકારો જોવા મળવાના છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળવાના છે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલરને જોઈ દર્શકોમાં ફિલ્મને જોવાનો ઉત્સાહ વધારે વધી ગયો છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મને લઈ હમણાંથી એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મની ડિમાન્ડને જોતા સવારે 6 વાગ્યે પણ ફિલ્મના શોના રાખવામાં આવ્યા છે.