આતુરતાનો આવ્યો અંત, અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-11 17:05:26

આવનાર દિવસોમાં બોલિવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો આવી રહી છે. તેમાં અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2 તેમજ શાહરૂખ ખાનની જવાન ફિલ્મ આવી રહી છે. બંને ફિલ્મોને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગઈકાલે જવાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જ્યારે આજે ઓએમજી-2નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર અને ટ્રેલરને લઈ ફેન્સમાં અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ટીઝર અને ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયું છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

  

ફિલ્મનું ટીઝર થયું રિલીઝ 

અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. તે બાદ થોડા દિવસો પહેલા ફિલ્મના ટીઝરના એનાઉન્સમેન્ટને લઈ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું ટીઝર કમિંગ સૂન. ત્યારે આજે આખરે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરમાં ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મનું ફસ્ટ લૂક સામે આવ્યા બાદ ફેન્સમાં ફિલ્મને લઈ ક્રેઝ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર ટીઝરને સારો પ્રતિસાદ મળી રહ્યો  છે. 


ટીઝરમાં ઓએમજીની બતાવાઈ છે ઝલક 

ફિલ્મનું ટીઝર વોઈસ-ઓવર પર શરૂ થાય છે જેમાં પહેલા ઓએમજીની ઝલક બતાવવામાં આવે છે. પહેલી ફિલ્મમાં નાસ્તિકની વાત કરવામાં આવી છે. તો આ ફિલ્મમાં આસ્તિક ભક્તની કહાની બતાવવામાં આવી છે. તે ભક્તનું માનવું છે કે જો ભગવાનને સાચા દિલથી યાદ કરવામાં આવે તો ભક્તોની પોકારને ભગવાન સાંભળે છે. ભગવાન પોતાના ભક્તમાં ભેદભાવ નથી કરતા. તે બાદ ટેગલાઈન સંભળાય છે. રાખ વિશ્વાસ, તૂ છે શિવનો ભક્ત. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે કાંતિકરણના જીવનમાં તોફાન આવે છે. વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે ભગવાન ભોલેનાથ પર રાખેલો વિશ્વાસ ઓછો નથી થવા દેતો. એવો વિશ્વાસ રાખે છે કે શિવ ભગવાન પોતે તેની મદદે આવે છે.


11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થશે રિલીઝ

જ્યારે જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ટીઝર રિલીઝ થતાં ફિલ્મને લઈ અક્ષયના ફેન્સમાં ઉત્સુક્તા વધી રહી છે. થિયેરટોમાં આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ઓએમજીમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે ફિલ્મની સિક્વલમાં તે ભોલેનાથની ભૂમિકામાં જોવા મળવાના છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મ ફ્લોપ જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ પર સારુ પ્રદર્શન કરશે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડી જશે. જે પ્રેમ ફિલ્મના ટીઝરને મળી રહ્યો છે તે પ્રેમ ફિલ્મને મળશે કે નહીં તે 11 ઓગસ્ટ બાદ ખબર પડશે.          




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?