આતુરતાનો આવ્યો અંત, રાજ્ય સરકારે ગિફ્ટ સીટીમાં ‘વાઇન એન્ડ ડાઇન’ફેસિલિટી અંગેની ગાઈડલાઈન કરી જાહેર


  • Published By :
  • Published Date : 2023-12-26 19:05:23

જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે ગાંધીનગર નજીકની ગિફ્ટ સીટીમાં દારૂની મંજુરી અંગેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી હતી કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ વિભાગ દ્વારા એક વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. લિકર પરમિટના નવા નિયમો મુજબ ગિફ્ટ સીટીમાં કામ કરતા કર્મચારીઓને જ દારૂની પરવાનગી આપવામાં આવી છે. તે ઉપરાંત ગિફ્ટ સીટીની મુલાકાત લેતા લોકો અને ફોરેન ડેલીગેશનને જ લિકર સેવનની મંજુરી આપવામાં આવી છે. તેમાં પણ  21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. ઉપરાંત અધિક્રૃત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે. જો કે હેલ્થ પરમિટ, સ્થાનિક મુલાકાતીઓ અને ટુરિસ્ટ પરમિટ ધારકો માટે દારૂના સેવન પર પ્રતિબંધ રહેશે.




શું છે રાજ્ય સરકારની ગાઈડલાઈન?


(1) પરમિટ માટે લિકર પિરસનાર હોટેલ, ક્લબોએ FL3 લાયસન્સ લેવુ પડશે (2 ) લાયસન્સ ધારકે દારૂના જથ્થાના ખરીદ-વેચાણના હિસાબ રાખવા પડશે (3) સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ રાખવુ પડશે (4)જે સ્થળ પર લિકર સેવનની પરવાનગી હશે તેના સિવાયના સ્થળે લિકર સેવન કરી શકાશે નહીં (5) ગિફ્ટ સિટીમાં દારૂ સેવન માટે અધિકૃત અધિકારીઓ જ આ પરમિશન આપશે (6) અધિકૃત મુલાકાતીઓજ દારૂનું સેવન કરી શકશે (7) હેલ્થ પરમીટ, વિઝિટર પરમિટવાળા લોકો જ દારૂનું સેવન કરી શકશે (8) 21 વર્ષ ઉપરના વ્યક્તિને જ પરવાનગી મળી શકશે (9)અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને પરવાનગી મળી શકશે (10) લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે. (11) પરમીટ ધારકે પરમીટના દસ્તાવેજ સાથે રાખવા પડશે (12) પરમીટ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે. (12) લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે. (13) લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.  


FL3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શું છે?


રાજ્ય સરકારના નવા નિયમો મુજબ જે તે સેટલ/ક્લબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.


107 લોકોને ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ 


રાજ્ય સરકારની આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી કલબની ડિમાન્ડ વધી છે. ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ લેવા માટે ઇન્કવાયકરી વધી ગઇ છે. જાણીને નવાઇ લાગે તેવી વાત એ છે કે, ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ મેળવી છે. એવુ જાણવા મળ્યુ છેકે, ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપનો ભાવ પણ વધી શકે તેવી શક્યતા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?