ઇલેક્શન ઇફેક્ટ! પેટ્રોલ-ડીઝલના ભાવ 5-10 રૂપિયા ઘટી શકે છે, આગામી મહિને થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:22

પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોથી ચિંતિત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી મહિને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 5થી 10 રૂપિયા સુધી ઘટી શકે છે. સરકારી તેલ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે વિચાર કરી શકે છે. પેટ્રોલ અને ડીઝવાની કિંમતોમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ નફો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કેન્દ્ર સરકાર માટે પણ આગામી લોકસભાની ચૂંટણીઓમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 


નફો વધતા સરકારી કંપનીઓ કરશે ભાવ ઘટાડો


કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓનો નેટ પ્રોફિટ રેકોર્ડ 75 હજાર કરોડથી પણ વધે તેવી સંભાવના છે. વળી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓને ક્રૂડ ઓઈલ સસ્તા દરે મળી રહ્યું છે. તેથી કંપનીઓનો નફો ઘણો વધી ગયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભાવ નિર્ધારણ માટે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી ઓઈલ માર્કેટીગ કંપનીઓ હાલ લગભગ 10 રૂપિયા પ્રતિ લીટરના માર્જીન પર છે. આ ફાયદો જ ગ્રાહકોને આપી શકે છે. એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી વર્ષ 2023-24ના પહેલા છમાસિકમાં ત્રણેય સરકારી કંપનીઓના કુલ નેટ પ્રોફિટની વાત કરીએ તો રૂ.57,091.87 કરોડ હતો. આ વર્ષ 2022-23ના  સમગ્ર વર્ષ માટે રૂ. 1,137.89ના કુલ નફાના પ્રમાણમાં  4,917 ટકા વધુ છે. 


વધતી મોંઘવારીથી સરકાર ચિતિંત


દેશમાં હત મહિનાઓમાં મોંઘવારી વધી છે, ચૂંટણીઓમાં આ મુદ્દો સરકાર માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ડિસેમ્બર 2023માં દેશમાં રિટેલ મોંઘવારી વધીને ચાકર મહિનાની ટોચ 5.69 ટકા પર પહોંચી ગઈ છે. જો કે ખાવા-પીવાના સામાનના ભાવ વધતા મોંઘવારી આસમાને પહોંચી છે.  કેન્દ્ર સરકારના પ્રયાસો છે કે મોંઘવારીને 6 ટકાથી નીચે સ્થિર રાખવામાં આવે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?