ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર માટે લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર પાછળ એટલો બધો ખર્ચ થઈ જતો હોય છે જેટલો ખર્ચતો ચૂંટણી માટે પણ નથી થતો. પ્રચાર પાછળ પાણીને જેમ પાર્ટી પૈસા વાપરી કાઢતી હોય છે. ત્યારે ખર્ચા પર નિયંત્રણ લાવવા ચૂંટણી પંચે પ્રચાર પાછળ વપરાતા ખર્ચ પર નિયંત્રણ મૂકી દીધો છે. જે અંતર્ગત ચા-કોફીના 15 રૂપિયા નક્કી કરાયા છે જ્યારે 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા નક્કી કરાયા છે. આવી અનેક વસ્તુઓ છે જેના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રખાશે નજર
ઉમેદવારો ચૂંટણી પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરે છે તેની દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. જે અંતર્ગત ઉમેદવારે રજાસ્ટર્ડ બનાવવાનું રહેશે જેમાં પ્રચાર દરમિયાન કરવામાં આવેલા ખર્ચાઓ લખવાના રહેશે. ચૂંટણી પંચે વિધાનસભા બેઠકના પ્રત્યેક ઉમેદવાર માટે 40 લાખના મહત્તમ ચૂંટણી પ્રચાર ખર્ચની સીમા નક્કી કરી છે. જેમાં સભા-મંડપ, ફર્નિચર, પોસ્ટર તેમજ પ્રચાર દરમિયાન ઉપયોગ કરાતા તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ભાવમાં ગોટાળા ન થાય તે માટે કિંમતો પણ બહાર પાડી છે.
ભાવમાં ગોટાળો ન થાય તે માટે કિંમતો નક્કી કરાઈ
પંચની નજર ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચા પર પણ રહેશે. સાઉન્ડ સિસ્ટમ, મંડપ, ડેકોરેશન સહિતની તમામ વસ્તુઓ પર તેમની નજર રહેશે. ઉપરાંત ભોજનના ભાવમાં ગડબડ ન થાય તે માટે ભાવ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત એક કપ ચા-કોફી 15 રૂપિયામાં મળશે, કટિંગ ચા-કોફી 10મા મળશે. રૂ.20માં બિસ્કીટનું પેકેટ મળશે, બ્રેડ-બટર એક પ્લેટના 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બટાકાપૌઆ, ઉપમા 20 રૂપિયામાં એક પ્લેટ મળશે જ્યારે 100 ગ્રામ ભજીયા માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
બ્રેડબટરના 25 રૂપિયા, એક ગ્લાસ લીંબુ પાણીના 10 રૂપિયા જ્યારે 2 મોટા સમોસાના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પૂરી અથવા રોટલી,બે શાક દાળ,ભાત, પાપડ, સલાડના 90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, પુરી શાકના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.