આગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી દૂર હોવાને કારણે પોતાના અધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદાતા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવાનું વિચારી રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષ અને મહાસચિવો સાથે બેઠક કરી હતી અને આ મશીનનો પ્રોટોટાઈપ બતાવ્યો હતો.
ચૂંટણી પંચે રાજકીય પક્ષો સમક્ષ રજૂ કર્યું પ્રોટોટાઈપભારતમાં મતદાનને લોકશાહીનો પર્વ માનવામાં આવે છે. પરંતુ અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી બહાર હોવાને કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદારો વોટિંગ કરી શકે તે માટે ચૂંટણી પંચ નવી સીસ્ટમ લાવવા જઈ રહ્યું છે. રિમોર્ટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગથી મતદાર કોઈ પણ સ્થળેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક મતદારો મતદાનનો ઉપયોગ નથી કરી શક્તા તે કારણોસર વોટિંગ પણ ઓછું થાય છે. ત્યારે આ સીસ્ટમનો ઉપયોગ કરવાથી મતદાનના ટકા વધે તેવી આશા ચૂંટણી પંચ રાખી રહી છે.