2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેંડમાં આ વર્ષે ચૂંટણી યોજાવાવી છે જેને લઈ ચૂંટણી પંચ આ રાજ્યોની મુલાકાત લેવાની છે. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની ટીમ રાજ્યોની મુલાકાત લેશે. અને રાજ્યોની મુલાકાત લીધા બાદ દિલ્હી ખાતે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ટીમ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રાજ્યોની મુલાકાત લેશે.
આ રાજ્યોમાં યોજાવાની છે ચૂંટણી
મળતી માહિતી અનુસાર ત્રિપુરાની મુલાકાત ચૂંટણી પંચની ટીમ 11 જાન્યુઆરીએ લેશે જેમાં અનૂપ ચંદ્ર પાંડે, અરૂણ ગોયલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ રાજ્યની મુલાકાત લેશે. ત્રિપુરા બાદ ટીમ નાગાલેન્ડ અને મેઘાલયની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ટીમ વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓની તપાસ કરશે. ઉપરાંત રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી સંપન્ન થાય તે અંગે તપાસ કરશે.
સર્વે કર્યા બાદ જાહેર કરવામાં આવશે તારીખની જાહેરાત
ત્રણેય રાજ્યોની મુલાકાત લીધા બાદ ટીમ જ્યારે દિલ્હી પહોંચશે તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી સમયે શાંતિ જાળવવા માટે અર્ધ સૈન્ય બળને પણ તૈનાત કરી દેવામાં આવશે. તમામ સર્વે તેમજ તપાસ કર્યા બાદ ત્રણેય રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે.