વિશ્વમાં કોરોનાનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે. જાપાન, અમેરિકા, ચીન સહિતના દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. દુનિયામાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતામાં પણ વદારો થયો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઉપરાંત સંસદમાં સાંસદોએ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી હતી. ઉપરાંત લોકોસભાના સ્પિકર ઓમ બીરલા અને રાજ્યસભાના ચેરમેન સંસદમાં માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરીને રાજ્યસભાની કાર્યવાહીમાં બેઠા હતા.
PM મોદી માસ્ક પહેરી સંસદ પહોંચ્યા
દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વધતા કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં લોકોને કોરોના અંગે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત આજે બપોરે પીએમ મોદી ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજવાના છે. ત્યારે સંસદમાં પણ કોરોનાને લઈ જાગૃત્તા દેખાઈ હતી. સાંસદો માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરી સંસદની કાર્યવાહી દરમિયાન જોવા મળ્યા હતા. ઓમ બિરલાએ કહ્યું કે કોરોના મહામારી વિકરાળરૂપ ધારણ કરી રહ્યુ છે. એટલા માટે સતર્ક રહેવાની જરૂર છે. સંસદમાં પણ માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેમજ સોશિયલ ડિસ્ટેંન્સિંગનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત જે સાંસદો માસ્ક પહેર્યા વગર આવ્યા હતા તેમને માસ્ક આપવામાં આવ્યું હતું.
અનેક મુખ્યમંત્રીઓએ બોલાવી ઈમરજન્સી બેઠક
વધતા કોરોના સંક્રમણને લઈ દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મુખ્યમંત્રીઓ વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક યોજવાના છે.