બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બોડકદેવ, શિવરંજની,વેજલપુલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર વરસાદ થઈ રહ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!
ગુજરાત તરફ વાવાઝોડું તેજગતિથી આગળ વધી રહ્યું છે. કચ્છ ખાતે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ આગાહી સાચી સાબિત થતી દેખાઈ પણ રહી છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. દ્વારકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ વાવાઝોડાને કારણે પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.
17 જૂન સુધી આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ!
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે 16 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ કચ્છ, ઉપરાંત મહેસાણામાં અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ શ્રેણીમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા જિલ્લાઓની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.