ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું.. રાત્રીના સમયે પણ દીકરીઓ કોઈ પણ ટેન્શન વગર ફરી શકતી હતી પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ બની રહી છે જેને કારણે માતા પિતાને ચિંતા રહેતી હોય છે.. પહેલા દાહોદ પછી વડોદરા અને હવે સુરતનું માંડવી ગુજરાતમાંથી જે ઘટનાઓ સામે આવી રહી છે એ શર્મશાર કરે એવી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના સામે આવી અને હવે એક બાદ એક નવા પત્તા આ કેસમાં ખૂલતાં જાય છે હવે સામે આવ્યું છે કે એ નરાધમ છોકરીઓ નાહી રહી હોય ત્યારે....
વિદ્યાર્થી જ્યારે બાથરૂમમાં જાય ત્યારે....
આચાર્ય યોગેશ નાથુ પટેલે ધોરણ 7 અને 8માં ભણતી 4 વિદ્યાર્થિનીઓને પોતાના રૂમમાં બોલાવી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 24 જુલાઈએ બનેલી આ ઘટના અંગે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમશાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. હવે સામે આવ્યું કે .આ આચાર્ય આશ્રમશાળામાં રહેતી વિદ્યાર્થિનીઓ બાથરૂમમાં નાહવા જતી ત્યારે તેમને જોવા માટે જતો હતો. વિદ્યાર્થિનીઓને દવા આપવાના બહાને શરીરે હાથ લગાવીને છેડતી કરતો હતો...
આચાર્ય વિરૂદ્ધ કરવામાં આવી આ કાર્યવાહી
નરેણ આશ્રમ શાળામાં ધોરણ 7 અને 8ની વિદ્યાર્થિનીઓની આચાર્યે છેડતી કરી હતી. આ કેસમાં આરોપી આચાર્ય વિરુદ્ધ પોક્સો અને ટોર્ચર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. નરેણ આશ્રમ શાળામાં કુલ 177 વિદ્યાર્થી છે. જેમાંથી 80 વિદ્યાર્થિનીઓ છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્સિપાલે મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. પોલીસે પીડિતા તરીકે ચાર વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં ફરજ બજાવતો હતો. છેલ્લા એક વર્ષથી આચાર્ય તરીકે ફરજ પર હતો. જેથી પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનું કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાથી પોલીસને શંકા છે.
આશ્રમ શાળાના સ્ટાફ થકી આ વિગત બહાર આવી!
વાત કઈ રીતે બહાર આવી તેની વાત કરીએ તો આશ્રમ શાળાના સ્ટાફ થકી વાત બહાર ગઈ હતી અને તેમના થકી રાજ્યના શિક્ષણ વિભાગ સુધી ગંભીર બાબત હોવાથી તમામ વિગતો સાથે પહોંચાડવામાં આવી હોવાની ચર્ચા છે. બાબતની ગંભીરતાને જોતા તાત્કાલિક અધિકારી નરેણ આશ્રમ શાળા ખાતે પહોંચ્યા હતા. મહિલા અધિકારીને આશ્રમ શાળામાં જે પણ ઘટના બની રહી હતી, તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
મહિલા અધિકારી સમક્ષ રજૂ કરી વાત
જે વિદ્યાર્થિની આચાર્યનો ભોગ બની હતી, તે વિદ્યાર્થિનીઓએ પણ માંડીને વાત મહિલા અધિકારી સમક્ષ રજૂ કરી હતી. સ્થાનિક સ્ટાફ દ્વારા સમગ્ર કાંડ અંગે હામી ભરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચા રહ્યું છે. જોકે, આ અંગે વધુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ મહિલા અધિકારી સમક્ષ શારીરિક અડપલાં બાબતની તમામ વિગતો રજૂ કરી દેવામાં આવી છે.... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..