Gujaratમાં શિક્ષણ વિભાગ ફરી થયું શર્મસાર! Banaskanthaના ચીખલા પ્રાથમિક શાળામાં દારૂ પીને આવ્યા શિક્ષક, ગ્રામજનોએ બતાવી હિંમત અને લીધું આ પગલું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-04 10:31:14

ગુજરાતમાં કહેવા માટે તો દારૂ બંધી છે. ગુજરાતને ડ્રાયસ્ટેટ કહેવામાં આવે છે પરંતુ તે વાત માત્ર  પેપર પૂરતી જ સિમીત છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં આ વાત સાચી પૂરવાર થાય છે. સામાન્ય લોકો તો દારૂના નશામાં અનેક વખત જોવા મળતા હોય છે પરંતુ એવા અનેક વીડિયો પણ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા, શિક્ષકો, બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શાળામાં ભણાવતા શિક્ષક નશાની હાલતમાં દેખાયા હતા. શાળામાં નશાની હાલતમાં શાળામાં પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેને શાળાની બહાર કાઢી મૂક્યા હતા. 


અનેક શાળાની બિલ્ડિંગ હશે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે...

શિક્ષણ વિભાગની હાલત એકદમ કફોડી બની રહી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં શાળાની હાલત એકદમ બિસ્માર દેખાતી હોય છે. શાળાની બિલ્ડિંગ જર્જરિત જોવા મળતી હોય છે. કોઈ વખત શિક્ષકોની ઘટ હોય તો કોઈ વખત એવી સુવિધાઓ ન મળતી હોય જેને લઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. એક તરફ કાયમી શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ કાયમી ભરતી શિક્ષકોની કરવામાં આવે તેવી શિક્ષકોની માગ છે.  


નશાની હાલતમાં શિક્ષક આવ્યો શાળાએ!

ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શિક્ષક વિદ્યાર્થીને ભણાવવા તો આવે છે પરંતુ નશાની હાલતમાં. મળતી માહિતી અનુસાર બનાસકાંઠાની ચીખલા સરકારી પ્રાથમિક શાળામાં નશાની હાલત, દારૂ પીને ટલ્લી થયેલા શિક્ષક આવે છે. આ વાતની જાણ ગ્રામજનો તેમજ વિદ્યાર્થીના વાલીઓ થતા તેઓ શાળાએ આવી જાય છે અને શિક્ષકને શાળાની બહાર કાઢી મૂકે છે. આ એ શાળા છે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના છોકરાઓ અભ્યાસ કરે છે. તેમના માટે વિદ્યાભ્યાસ કરવો ખૂબ જરૂરી હોય છે. નશાની હાલતમાં આવેલા શિક્ષકનો વાલીઓએ વીડિયો બનાવ્યો અને તે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શાળામાં આની પહેલા પણ થોડા દિવસ પૂર્વે આવો જ કિસ્સો દાંતાથી સામે આવ્યો હતો. 


શાળામાં દેશના ભાવિના ભવિષ્યનું થાય છે ઘડતર 

જે શિક્ષકના ભરોસે ગુજરાતનું અને દેશનું ભાવિ છે તે જ નશાની હાલતમાં દેખાશે તો આપણા દેશનું ભાવિ કેવું હશે? દેશના ઘડતરમાં તેમજ સમાજના ઘડતરમાં શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે અને જો શિક્ષક જ પોતાની ભૂમિકાને સારી રીતે નહીં ભજવે તો દેશનું ભાવિ ખતરામાં છે... આચાર્ય ચાણક્ય એટલે કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હેં.. ખેર દારૂબંધીની વાત માત્ર કહેવા પૂરતી જ સીમિત છે તે આપણે જાણીએ છીએ. કારણ કે ગુજરાત પોલીસ દ્વારા જે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેમાં સામે આવ્યું છે કે અનેક લોકોને પોલીસે પકડ્યા છે જે નશાની હાલતમાં ગાડી ચલાવે છે.આ મામલે કોઈ કડક પગલા લેવા પડશે કારણ કે શાળામાં ન માત્ર બાળક ભણે છે પરંતુ દેશનું ભાવિ ભણતું હોય છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?