બાળકો તેમજ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અવાર-નવાર આપણી સામે એવા સમાચાર આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. કોરોના બાદ તો આ કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. શિક્ષકોને સી.પી.આરની તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની સાથે સાથે રાજ્યમાં આવેલી 471 કોલેજના પ્રાધ્યાપકો પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની આ તાલીમનો હિસ્સો બનશે.
યુવાનોમાં વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો
એક સમય હતો જ્યારે કોરોનાના સમાચાર લખાતા હતા કે આજે આ જગ્યા પર કોરોનાના આટલા કેસ નોંધાયા છે આટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે વગેરે વગેરે... પરંતુ હવે રોજે સમાચાર હાર્ટ એટેકના લખવા પડે છે! યુવાનો પર સૌથી વધારે હાર્ટ એટેકનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના બાદ આ કિસ્સાઓમાં વધારો થયો છે જેને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે. યુવાનો બાદ બાળકોમાં સૌથી વધારે હાર્ટ એટેકના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે.
શિક્ષણ વિભાગે લીધો આ નિર્ણય!
હાર્ટ એટેકના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના બાદ તો રોજે કોઈને કોઈ યુવાન હાર્ટ એટેકનો ભોગ બની રહ્યો છે. રાજ્યની અલગ અલગ જગ્યાઓ પરથી હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે જેમાં યુવાનોના મોત થઈ રહ્યા છે. આ સમસ્યા એટલી બધી વિકરાળ બની ગઈ છે કે શાળામાં ભણતા બાળકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને કારણે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. એવી માહિતી સામે આવી છે કે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને પણ સીપીઆરની તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની સાથે સાથે રાજ્યમાં આવેલી 471 કોલેજના પ્રાધ્યાપકો પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની આ તાલીમનો હિસ્સો બનશે.