G-20 સમિટ માટે ભારત આવેલા Joe Biden Convoyમાં ડ્રાઈવરે કરી આ મોટી ભૂલ કે અધિકારીઓએ કરવી પડી પૂછપરછ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-11 14:57:28

વધારે પૈસા કમાવાની આશા દરેક વ્યક્તિને હોય છે. Extra Income માટે લોકો વધારાનું કામ પણ કરતા હોય છે. ટાઈમ મળતા જ બીજી જગ્યા પર કામ કરવા માટે લોકો જતા હોય છે. ત્યારે આવું જ કંઈક જી-20 સમિટ માટે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલાના એક ડ્રાઈવરે કર્યું છે. જી-20 સમિટની ભાગદોડમાંથી થોડો સમય ડ્રાઈવરને મળ્યો તો તે પેસેન્જરને લઈ ફેરો કરવા નીકળી ગયો. વધારાના પૈસા મળશે અને કોઈને ખબર નહીં પડે પરંતુ ડ્રાઈવરની ચોરી પકડાઈ ગઈ. 


બીજા પેસેન્જરને છોડવા ડ્રાઈવરે છોડી આ જવાબદારી!

જો બાઈડન તો ભારતથી પરત જતા રહ્યા પરંતુ હવે આ સમાચાર સામે આવ્યા છે. બાઈડનના કાફલામાં અધિકારીઓ માટે રાખવામાં આવેલા એક ડ્રાઈવર કોઈ બીજા પેસેન્જરને છોડવા માટે બીજા હોટલ પહોંચી ગયો. જેવી તેવી હોટલમાં નહીં પરંતુ યુએઈના ક્રાઉન પ્રિંસ જ્યાં રોકોયા હતા. ઘટનાની જાણ થતાં જ ડ્રાઈવરને પોલીસે હિરાસતમાં લઈ લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.     



આ રીતે પકડાઈ ડ્રાઈવરની પોલ! 

આજતકના રિપોર્ટ અનુસાર આ ઘટના શનિવારે બની હતી. ડ્રાઈવર પોતાના કસ્ટમર એક કારોબારી હતી. લોધી સ્ટેટ વિસ્તારમાંથી ડ્રાઈવરે પેસેન્જરને બેસાડ્યા અને તાજ હોટલ લઈને ગયા. ત્યાં રહેલા સુરક્ષાકર્મીઓએ ગાડીને રોકી અને પૂછપરછ કરી. કાર પર અનેક સ્ટિકરો લાગેલા હતા. જેને કારણે અધિકારીઓને તરત ખબર પડી ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી. 


પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે કહી આ વાત 

પકડાયા બાદ જ્યારે પોલીસ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેન આઈટીસી મૌર્યમાં રોકાયા છે. મારે ત્યાં 9.30 વાગ્યે પહોંચવાનું હતું. મારી પાસે સમય હતો. તેથી સવારે 8 વાગ્યે હું મારા એક જૂના ગ્રાહકને લોધી સ્ટેટથી હોટેલ તાજમાં લઈ ગયો. મને પ્રોટોકોલની ખબર નહોતી." પૂછપરછ બાદ ડ્રાઈવરને છોડી દેવામાં આવ્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?