ડ્રાઈવર ટ્રેનની નીચે ઉતર્યો અને એક Goods Train વગર Driver જ ૮૪ કિલોમીટર ચાલી ગઈ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 18:04:21

આપણે બધાએ બાળપણમાં એક બાળગીત તો અવશ્ય સાંભળ્યું હશે કે , છુક છુક કરતી જાય , છુક છુક કરતી જાય . આ અમારી ગાડી છૂક છૂક કરતી જાય . પરંતુ આ આપણી આ આગ ગાડી એટલેકે ટ્રેનમાં ડ્રાઈવર જ ના હોય થાય શું ? સાંભળીને જ આંચકો લાગ્યો ને..! તમને લાગ્યું હશે આવું થોડી બનતું હોય. પરંતુ ના આવી ઘટના બની છે જ્યાં એક રેલ ગાડી ડ્રાઈવર વગર 84 કિલોમીટર ચાલી અને તે પણ 100 કિમીની ઝડપે..! આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

જે ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ તે હતી... 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડ્રાઈવર વગરની માલગાડી જમ્મુ કાશ્મીર રાજ્યથી નિકળી ૮૪ કિલોમીટરનું અંતર કાપી પંજાબ પહોંચી ગઈ હતી. તે જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી ત્યારબાદ વગર ડ્રાઈવરે પંજાબ પહોંચી ગયી હતી. આ ઘટના ૨૫ ફેબ્રુઆરીની છે . આ ઘટના સામે આવતા જ જમ્મુ રેલવે ટ્રાફિક ડિવીઝનએ તપાસના આદેશ આપી દીધા છે . આ માલગાડીનો ગાડી નંબર 14806R હતો , જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી , સવાર સવારમાં જ્યારે ડ્રાઈવર આ સ્ટેશન પર ચા નાસ્તો કરવા ઉતર્યા ત્યારે એન્જિનના ડબ્બામાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયા હતા . ઉતરતી વખતે ટ્રેનનું engine પણ ચાલુ હતું . 



ખૂબ જ મહેનત બાદ ટ્રેનને રોકવામાં મળી સફળતા!

લગભગ ૭ ને ૧૦એ ટ્રેન ચાલવા લાગી અને ૮૪ km ચાલી પંજાબના દૌસા શહેરની નજીક ઊંચી બસ્સી પહોંચી. આ સ્થળે ટ્રેન સ્ટાફ દ્વારા ખુબજ મહેનત કરીને રોકવામાં આવી હતી . આતો સારું છે કે આ રૂટ પર બીજી કોઈ ટ્રેન ન હતી નહીં તો ખુબ જ મોટો અકસ્માત થવાની સંભાવના હતી . ગયા વર્ષે બાલાસોર ઓડિશા ખાતે ખુબ ભયંકર અકસ્માત થયો હતો . આવી જ રીતે , ૨૦૧૭માં મુંબઈ ટ્રેન ૧૩ km ડ્રાઈવર વગર ચાલી ગઈ  હતી .




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે