નવા સંસદ ભવનની ડિઝાઈન આ દેશના સંસદ ભવનના ડિઝાઈન સાથે મળતી આવે છે! કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે તસવીર કરી શેર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 16:01:54

28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન પહેલા સંસદ ભવનને લઈ વિવાદો સર્જાયા હતા. 21 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે અનેક રાજકીય પાર્ટી કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ઉદ્ધાટનને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું.

  

દિગ્વિજયસિંહે અને જવાહર સરકારે કર્યું ટ્વિટ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ નવું સંસદ ભવન દેશને સમર્પિત કર્યું છે. ત્યારે ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. 21 જેટલી રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો ત્યારે આજે ફરી આ મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું છે. જવાહર સરકારે કહ્યું કે આફ્રિકી દેશ સોમાલિયાની જૂની સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે દિગ્વિજયસિંહે સંસદની ડિઝાઈનને કોપી કેટ કહ્યું છે. 

મમતા બેનર્જીએ પણ કર્યો હતો ફોટો શેર!

મહત્વનું છે કે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું. બે તસવીરો શેર કરવામાં આવી હતી. એક ફોટામાં જવાહરલાલ નહેરૂ કેબિનેટ મંત્રીઓ સાથે દેખાય છે જ્યારે બીજા ફોટામાં પીએમ મોદી સંતો સાથે દેખાય છે. મહત્વનું છે સંસદ ભવનને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે. કોઈએ નવા સંસદ ભવનની ડિઝાઈનને કોફિન સાથે સરખાવી હતી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?