લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે... ચૂંટણી ક્યારે થશે તેની ઈતેઝારી અનેક લોકોને હોય છે... ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એની રાહ મતદાતાઓ જોતા હોય છે કે ઉમેદવાર કોણ હશે... તે ઉપરાંત મતદાતાઓને એ પણ જાણવાની ઉત્સુક્તા હોય છે કે તેમના મતવિસ્તારના ઉમેદવાર કયા વિઝન સાથે નિકળ્યા છે? ક્યા મુદ્દાઓ પર તેઓ ધ્યાન આપવાના છે... ત્યારે જમાવટ જનતા વતી ઉમેદવારોને પૂછી રહી છે કે તે પોતાના મતવિસ્તારમાં આગામી પાંચ વર્ષ દરમિયાન કયા કામો કરશે?
અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને કર્યો ફોન
દર પાંચ વર્ષે મતદાતા પોતાના મતનો ઉપયોગ કરી કેન્દ્રમાં કોની સરકાર બનશે તે પસંદ કરતા હોય છે.. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાતાઓ મત આપે છે. અનેક મુદ્દાઓ મતદાતાઓને અસર કરતા હોય છે. ત્યારે ઉમેદવારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી પાંચ વર્ષ દરમિયાન કામ કરશે તે જાણવા માટે જમવાટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે.. આ અંતર્ગત અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને ફોન કરવામાં આવ્યો હતો..
જાણો શું છે બંને ઉમેદવારોનું વિઝન?
અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપે દિનેશ મકવાણાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે.. દિનેશ મકવાણાને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે પહેલી વખત જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેમણે કોઈ જવાબ ના આપ્યો.. પરંતુ જ્યારે બીજી વખત તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ જવાબ આપવાની ના પાડી દીધી છે.... જ્યારે કોંગ્રેસના ઉમેદવારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ પાણી, શિક્ષણ,આરોગ્ય અને Infrastructureને સુધારવાનો પ્રયાસ પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન કરશે.. બેરોજગારી ઓછી કરવા માટે તેઓ પ્રયત્ન કરશે..