કોરોના કેસ વધતા ટ્વિટરે કોવિડ અંગે ખોટી માહિતી ન જાય તે માટે નીતિ બનાવી હતી. જેમાં લોકો અનુભવ શેર કરતા હતા પરંતુ કોઈ વખત ખોટી માહિતી પણ શેર કરવામાં આવતી હતી જેને કારણે ટ્વિટરે કોવિડ ભ્રમિત નીતિ અમલમાં લાવી હતી. પરંતુ એલન મસ્કે આ નીતિને હટાવી દીધી છે. જેને કારણે હવે લોકો ટ્વિટર પર ભ્રમિત કરનારી અથવા તો ખોટી માહિતી આપતી પોસ્ટ પણ શેર થઈ શકશે.
ટ્વિટરે હટાવી કોરોના ભ્રમિત નીતિ
ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં અવારનવાર આવી રહ્યું છે. ટ્વિટરે કોરોના કેસ વધતા કોવિડ ભ્રામક નીતિ બનાવી હતી. જે મુજબ ટ્વિટર પર કોઈ પણ વ્યક્તિ કોરોના અંગે ખોટી માહિતી આપી શકે નહી. કોરોના અંગે પોતાનો અનુભવ લોકો શેર કરતા હતા જેમાં અનેક વખત ખોટી માહિતી અથવા તો ભ્રમિત કરી દે તેવી જાણકારી આપવામાં આવતી હતી. જેને કારણે ટ્વિટર આ નીતિને લઈને આવ્યું હતું. પરંતુ એલોન મસ્કે અચાનક આ નિયમને હટાવી દીધો છે. જેને કારણે ટ્વિટર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.