વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજની હાલત જોતા લેવાયો નિર્ણય! બે મહિના માટે આ વાહનોના આવન-જાવન પર લાગ્યો પ્રતિબંધ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-09 12:48:52

રોડ રસ્તાની હાલત અંગે અનેક સમાચારો સામે આવતા હોય છે. તેમાં પણ રાજ્યના અનેક બ્રિજો એવા છે જેની હાલત અત્યંત દયનિય છે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI હેઠળ આ હાઇવે રોડ આવતો હોવાથી તેઓ દ્વારા બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. રિપેરિંગ કામને લઈ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  


રાજ્યના બ્રિજોનું કરાયું હતું ઈન્સપેશક્શન!

રાજ્યના અનેક બ્રિજોની હાલત બિસ્માર છે. દિવાળી સમયે બનેલી મોરબી હોનારતમાં પુલ ધરાશાયી થયો હતો,જેમાં 130 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ બ્રિજોને ચકાસવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસો પહેલા બ્રિજ ઈન્સપેક્શનને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે કુલ 35700 જેટલા બ્રિજોની તપાસ કરવામાં આવી છે. 


વિશાલા-પીરાણા બ્રિજ માટે લેવાયો નિર્ણય!

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 12 જેટલા બ્રિજની હાલત અતિબિસ્માર છે. બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે બ્રિજોને રીપેરિંગની જરૂર છે તેમનું સમારકામ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.     

   

અટલ બ્રિજ પરના કાચને પણ કરાયા બંધ!

મહત્વનું છે કે કરોડોના ખર્ચે બનેલો અટલ ફૂટ બ્રિજ પણ થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યો હતો. બ્રિજ પર રાખવામાં આવેલા કાચ પર તિરાડો દેખાઈ હતી. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા કાચની આજુબાજુમાં રેલિંગ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈ લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. શાસ્ત્રી બ્રિજ પરથી બે મહિના દરમિયાન માત્ર 2 વ્હીલર, રિક્ષા તેમજ નાની ગાડીઓ જ પાસ થઈ શકશે. લોડિંગ ટેમ્પો, મીનિબસ તેમજ ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?