આનંદો! TRB જવાનોની હકાલપટ્ટીનો નિર્ણય મોકુફ, રાજ્ય સરકારના નિર્ણયથી જવાનોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-11-23 18:59:28

ગુજરાતમાં TRB જવાનોની હકાલપટ્ટીનો મુદ્દે ગરમાયો છે. રાજ્ય પોલીસ વડાએ હજારો TRB જવાનોને છુટ્ટા કરવાની જાહેરાત કરતા વિરોધ પક્ષોએ સરકારના આ નિર્ણયની ઝાટકણી કાઢી હતી. સરકારના નિર્ણય સામે TRB જવાનોએ પણ આંદોલન શરૂ કર્યું છે, જો કે તેમનું આંદોલન રંગ લાવ્યું છે. રાજ્ય સરકાર 6 હજારથી વધુ TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. TRB જવાનો મુદ્દે  ગાંધીનગરમાં ગૃહવિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ  રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં હાલ પૂરતો આ અંગે નિર્ણય મોકૂફ રખાયો છે.


સી.આર. પાટીલે આપ્યા હતા સંકેત?


ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, TRB જવાનોને સાંજ સુધીમાં સારા સમાચાર મળશે. આ નિવેદન બાદ સૂત્રો પાપ્ત મળતી માહિતી મુજબ TRB જવાનને છૂટા કરવાના નિર્ણયને મોકૂફ રખાઈ શકે છે. જો કે સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી  કે, જે TRB જવાનોએ નિયમ ભંગ કર્યો છે એમને પરત લેવામાં નહીં આવે. શિસ્ત ભંગના કેસમાં TRB જવાનોને પરત લેવામાં નહીં આવે. બાકીના તમામ તમામ જવાનોની માનદ સેવા યથાવત રહેશે. 


TRB જવાનોની મોટી જીત


રાજ્યમાં વર્ષોથી ફરજ બજાવતા TRB જવાનોને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવતા  TRB જવાનો છેલ્લા 3 દિવસથી ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે. તમામ જીલ્લોના TRB જવાનો આ આંદોલનમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે મળેલી બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં હાલ TRB જવાનોને ફરજમાંથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. સાથે જ TRB જવાનોમાં જેની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી હશે તથા ભ્રષ્ટાચારની ફરિયાદ હશે એમને પણ ફરજમાં પાછા ન લેવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે સાંજ સુધીમાં જાહેરાત પણ થઇ શકે છે.


6400 જવાનોને છૂટા કરવાનો કરાયો હતો આદેશ


ગુજરાતમાં ચાર રસ્તા પર ટ્રાફિકમાં ફરજ બજાવતા 9000 TRB જવાનોમાંથી 6400 જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો હતો. આગામી માર્ચ 2024 સુધી 6400 TRBના જવાનોને ક્રમશઃ છુટા કરવાના નિર્ણય બાદ રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનો આંદોલન કરતા નજરે પડ્યા હતા. તમને જણાવી દઈએ કે 10 વર્ષ TRBમાં થયા છે એવા 1100 જવાનોને ચાલુ મહિનાના અંતમા જ છુટા કરવા આદેશ આપી દેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ વર્ષ પુર્ણ થયા છે તેવા 3000 TRB જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમા છુટા કરવા આદેશ કરાયો હતો. આ સિવાય જેણે ત્રણ વર્ષ થયા છે તેવા 2300 જવાનોને માર્ચ 2024મા છુટા કરવા જણાવાયું હતું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?