પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણયનો આજથી થશે અમલ, છોલેલા શ્રીફળને લઈ જવા પર મૂકાયો છે પ્રતિબંધ, આ નિર્ણયનો ભક્તો કરી શકે છે વિરોધ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-20 11:36:05

થોડા દિવસો પહેલા અંબાજીમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ નહીં લઈ જવાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત અંબાજીમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે. 

  

આજથી પાવાગઢ મંદિરમાં નહીં લઈ જવાય છોલેલુ શ્રીફળ 

અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા પ્રસાદમાં અપાતા મોહનથાળનું વિતરણ બંધ કરી ચિક્કી પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયને લઈ માઈભક્તોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી હતી. નિર્ણયનો અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વધતા વિરોધને જોતા પ્રસાદ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે.  મોહનથાળ પ્રસાદ વિવાદનો ઉકેલ આવ્યો ન હતો તે દરમિયાન પાવાગઢ ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કોઈ પણ ભક્ત શ્રીફળ લઈને મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે સિક્યોરિટીને પણ તૈનાત કરી દેવામાં આવી છે.       


માઈભક્તોમાં અને વેપારીઓમાં ભારે રોષ 

મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેવી વાત ટસ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી તે મુજબ આ નિર્ણયની અમલી આજથી કરવામાં આવી રહી છે. આજથી ભક્તો પાવાગઢ મંદિરમાં છોલેલુ શ્રીફળ નહીં લઈ જઈ શકે. મંદિરમાં કોઈ પણ વ્યક્તિ છોલેલુ શ્રીફળ લાવી શકશે નહીં. ઉપરાંત જે કોઈ વેપારી છોલેલું શ્રીફળ રાખશે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે માઈભક્તોમાં તેમજ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. 


શ્રીફળ પ્રસાદને લઈ શરૂ થશે વિવાદ!

નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. નવરાત્રી દરમિયાન અનેક ભક્તો શ્રીફળને લઈ માન્યતા રાખતા હોય છે. ત્યારે થોડા દિવસો બાદ નવરાત્રી પર્વનો પ્રારંભ થવાનો છે. તે સમયે આ નિર્ણયની અમલી થતાં અંબાજી મંદિરમાં પ્રસાદને લઈ જેવો વિરોધ થયો હતો તેવો વિરોધ આમાં પણ થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?