ઈન્ડોનેશિયામાં થોડા દિવસો પહેલા 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો ધારાશાયી થઈ ગઈ હતી. અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. આ આંકડો સતત વધી રહ્યો છે. અધિકારીક રિપોર્ટના હિસાબથી આ ઘટનામાં 271થી અધિક લોકોના મૃત્યુ થયા છે જ્યારે અંદાજીત 151 જેટલા લોકો લાપતા થઈ ગયા છે. આ ઘટનામાં અંદાજીત 1083 જેટલા લોકો ઘાયલ થયા છે તમામ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
એક બાળકનું કરાયું રેસ્ક્યું
સોમવારે પશ્ચિમ જાવા ક્ષેત્રમાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો હજી પણ ઝરઝરીત ઈમારતોની નીચે દબાઈ ગયા છે. રાહત બચાવની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બુધવાર રાત્રે એક બાળક ઈમારતોની નીચેથી જીવતો મળી આવ્યો. બાળકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.