મહિસાગરમાં કોથળામાંથી મળી આવેલી દીકરીના મોતનો ભેદ ઉકેલાયો! પોલીસે દબોચ્યો આરોપીને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 19:26:50

થોડા દિવસ પહેલા મહિસાગરથી કોથળામાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. ગુમ થયેલી ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

મોતને ભેટેલી વિદ્યાર્થીની ચંદ્રિકા પરમારની ફાઇલ તસવીર - Divya Bhaskar


મેળામાંથી ગુમ થયેલી છોકરીનો મળ્યો હતો મૃતદેહ 

સમગ્ર મામલાની વાત કરીએ તો પરિવારજનો સાથે ચંદ્રિકા પરમાર નામની દીકરી 18 માર્ચે પોતાના પરિવાર સાથે ખાનપુર નજીક મહી નદીના કાંઠે યોજાતા ઉરસના મેળામાં સામેલ થવા ગઈ હતી. કારંટા ગામે ઉરસના મેળામાંથી આ યુવતી ગુમ થઈ હતી. જે બાદ પરિવારજનોને દીકરી નહીં પરંતુ દીકરી લાશ મળી આવી હતી. 


વડોદરા સયાજી હોસ્પિટલમાં પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા


પોલીસને મળી મોટી સફળતા   

ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમાજમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે પણ તપાસ ચલાવી હતી. અને એના પરિણામ સ્વરૂપે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?