ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ કે જે સ્ટારલિંકનું સેટેલાઇટ બેઝ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે . તેને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે , ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને ઇટાલીની સરકાર વચ્ચે સેટેલાઇટ ઈન્ટરનેટ આપવાને લઇને જે વાર્તાલાપ ચાલુ હતો તે રોકાઈ ગયો છે . જોકે હાલમાં ઉદ્યોગપતિ ઇલોન મસ્ક ખુબ જ ભારે સમયનો સામનો કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે . ઇલોન મસ્ક કે જેઓ યુએસમાં ખુબ મોટા ઉદ્યોગપતિ છે . તેમની માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી . સમાચાર સામે આવી રહ્યા છે કે , ઇટાલીની સરકાર અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકના સેટેલાઇટ ઈન્ટરનેટને લઇને જે વાર્તાલાપ ચાલી રહ્યો છે તે અટકી ગયો છે . આ માહિતી ઈટાલીના સંરક્ષણ મંત્રી ગ્વિડો ક્રોસેટ્ટોએ આપી હતી . જોકે આ પાછળનું કારણ જીયોપોલિટિકલ એટલેકે , ભૌગોલિક રાજકીય છે. કેમ કે , ઇલોન મસ્કનો યુક્રેનને લઇને જે તેમનો મત છે સાથે જ તેમની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે નિકટતા છે . આ કારણો હોઈ શકે છે .
વાત કરીએ હાલના ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની તો તે તેમનું સ્ટારલિંકના ફાઉન્ડર ઈલોન મસ્ક સાથે જોરદાર બોન્ડિંગ છે. જોકે હવે ઇટાલીની સરકાર પોતાના ત્યાં આંતરિક સુરક્ષાને લઇને જોરદાર પ્રશ્નોનો સામનો કરી રહી છે. ઇટાલીની સરકાર પોતાની મિલિટરીને સિક્યોર અને એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સિસ્ટમ આપવા ઈચ્છે છે જે વધારે સલામત હોય . આ માટે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ મુખ્ય દાવેદાર છે કારણ કે તેમની પાસે પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં ૭,૦૦૦ સેટેલાઇટ છે . જોકે હવે ઇટાલીની દક્ષિણપંથી સરકાર અને સ્પેસએક્સ વચ્ચે વાર્તાલાપ પડી ભાંગ્યો છે આ પાછળનું કારણ ટેક્નિકલ ઓછું પણ રાજકીય વધારે છે. આ ડીલની કિંમત ૧.૬ બિલિયન ડોલરની હતી . જે હવે અટકી ચુકી છે . તો બીજી તરફ ઇટાલીમાં જ્યોર્જિયા મેલોનીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ સર્જ્યું છે કે , આવી રીતે બહારના કોઈ વ્યક્તિ સાથે સેન્સિટિવ કોન્ટ્રાક્ટ સાઈન ના કરી શકાય. ઉપરાંત ઈલોન મસ્કની જે નિકટતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે તે જોખમી સાબિત થઇ શકે છે .
તો આ તરફ , ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની બરાબર ફસાયા છે કેમ કે એકબાજુ , ઈલોન મસ્ક સાથે તેમની નિકટતા છે અને બીજી બાજુ ઇટાલીનું ઓપોઝિશન છે જે આ ડીલ નથી ઈચ્છી રહ્યું . વાત કરીએ , ઈલોન મસ્કની તો , તેમની ટેસ્લા કંપનીની ગાડીઓના વેચાણમાં આ રાજકીય કારણોના લીધે ઘટાડો થયો છે .આટલુંજ નહિ ઈલોન મસ્ક તો વિશ્વભરમાં આજ રાજકીય કારણોસર જોરદાર વિરોધનો સામનો પણ કરી રહ્યા છે . વાત કરીએ ભારતની તો, ભારતના ટેલિકોમ સેકટરની જાયન્ટ કંપનીઓ જીઓ અને એરટેલે સ્પેસએક્સ સાથે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવા માટે કરારો કરી નાખ્યા છે . જોકે આ કરારોને ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે .
