ગુજરાત સરકારે 36મી નેશનલ ગેમ્સ 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લીધો છે. અગાઉ 8 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે નેશનલ ગેમ્સનું આયોજન થશે. પરંતુ હવે નિર્ણય બદલી તારીખો 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં પહેલીવાર યોજાનાર નેશનલ ગેમ્સમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. દેશના અનેક ખુણેથી રમતવીરો આવતા ગુજરાત એક ખાસ કેન્દ્ર બની રહેશે. ગુજરાતના 6 મહાનગરોમાં 202 ઈવેન્ટસ યોજાવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની અનુમતિ બાદ નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાતા રાજ્યના અને દેશના અનેક ખેલાડીને એક માધ્યમ મળી રહેશે. ગુજરાતના રમતવીરોને નેશનલ ગેમ્સ પ્લેટફોર્મ મળવાથી તેમની પ્રતિભા દેશ અને દુનિયા સામે રાખવાની મદદ મળશે.