વિરમગામના વર્તમાન કોર્પોરેટરે પતિના હત્યા મામલે હર્ષ સંઘવીને લખ્યો પત્ર, જાણો કોના પર પત્નીએ પતિની હત્યાના લગાવ્યા આક્ષેપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-24 14:45:51

ગુજરાતમાં પણ દિવસેને દિવસે હત્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વીરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા થઈ હતી. આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. ત્યારે વિરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા ભાજપના જ કાર્યકરે કરી હોય તેવો દાવો મૃતકની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો મૃતક કોર્પોરેટર હર્ષદ ગામોતના પત્ની સોનલબેને હર્ષ સંઘવીને પત્ર લખીને કર્યો છે.. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ? 

મહિલા કોરપોર્ટેરે જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના પતિની હત્યા કરવામાં આવી છે. પત્નીએ પત્રમાં લખ્યું કે મારા પતિ હર્ષદરાય વિનોદરાય ગામોટનું ધોળા દિવસે જાહેર માર્ગ પર 10 જાન્યુઆરીએ મર્ડર કરવામાં આવ્યું છે..આપ ડ્રગ્સ માફિયાથી ગુજરાતની પ્રજાને મુક્તિ આપો છો. લુખ્ખા તત્વો સામે પગલા ભરો છો અને ગુજરાતની પ્રજા સામે ઉભા રહો છો. તો એક બ્રાહ્મણની દિકરીને ન્યાય અપાવી જ શકો છો. મારો દિકરો નાનો છે અને આરોપી સામે લડવાની મારામાં શક્તિ નથી. સરકાર મારી મદદ કરે તેવી મારી વિનંતી. 


મહિલા કોર્પોરેટરે ન્યાય મળે તે માટે કરી અપીલ! 

કોર્પોરેટર સોનલબેન ગામોટે આરોપી વિશે પણ પત્રમાં ઉલ્લખે કર્યો છે. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે આ કેસનો મુખ્ય આરોપી ભરત મેરુભાઈ કાઠી 3 મહિનાથી નાસતો ફરે છે. મુખ્ય આરોપીના કુંટુંબીજનો પણ માથાભારે અને ક્રિમિનલ રેકોર્ડવાળા છે તો મારા પર હુમલો પણ થઈ શકે છે. મારા પતિની હત્યા થઈ ત્યારે પોલીસે મને ન્યાય માટે ખાતરી આપી હતી. પણ ભરત મેરુભાઈ કાઠી ઘણીવાર વીરમગામ વિસ્તારમાં દેખાયા છે છતાં પણ પોલીસ તેને પકડતી નથી. જ્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે મુખ્ય આરોપીને પકડવાના બદલે તેના પુત્રનું નામ અજીત ભરતભાઈ કાઠી કલમ 169 મુજબ રજૂ કરીને છોડી દેવાની કામગીરી થઈ રહી છે. સરકારને નમ્ર વિનંતી છે કે બ્રાહ્મણ પરિવારને ન્યાય આપો તેવી પ્રાર્થના... 


શું ભાજપ પોતાના કાર્યકર વિરૂદ્ધ પગલા લેશે? 

આ મામલે કોર્પોરેટર સોનલબેન ગામોતે કારણ આપતા કહ્યું કે તેના પતિ હર્ષદ ગામોત અને ભરત કાઠી વચ્ચે નગરપાલિકાની ચૂંટણી સમયે મતભેદ થયો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી છે... તો હવે ભાજપના કાર્યકર સામે ભાજપ ક્યારે પગલા ભરશે અને વિધવા કોર્પોરેટરને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહેશે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?