પહેલી મેના રોજ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપરજાયન્ટ અને રોયલ ચૈલેંજર્સની મેચ હતી. એ મેચને આરસીબીએ જીતી લીધી હતી. આ મેચની જેટલી ચર્ચા ન થઈ હતી તેના કરતા અનેક ઘણી વધારે ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બબાલની થઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ. બહેસ મેચ ન પતી ત્યાં સુધી ચાલી અને એ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્ટેડિયમમાં થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઉત્તરપ્રદેશ પોલીસે આપી પ્રતિક્રિયા!
વાયરલ થયેલા વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. અલગ અલગ મિમ્સ બન્યા છે અને અલગ અલગ કમેન્ટસ આવી છે. ત્યારે આ બબાલના વીડિયો પર ઉત્તરપ્રદેશ પોલીસે વ્યંગ કર્યો છે.ઉત્તરપ્રદેશ પોલીસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પોસ્ટ મૂકી અને એક મેસેજ લખ્યો અને સાથે જ એક કેપ્શન પણ લખ્યું હતું. પોલીસે કેપ્શનમાં લખ્યું કે कोई भी मसला हमारे लिए "विराट" और "गंभीर" नहीं. किसी भी आकस्मिक परिस्थिति में तुरंत 112 डायल करें.. ઉપરાંત ફોટો ટ્વિટ કરતા પોલીસે લખ્યું કે बहस से परहेज़ करें, हमें कॉल करने में नहीं. किसी भी आपात स्थिति में 112 डायल करें.
કોલકાત્તા પોલીસે પણ બતાવી પોતાની ક્રિયેટીવીટી!
ઉત્તરપ્રદેશ પોલીસ સિવાય કોલકાત્તા પોલીસની ક્રિયેટીવીટી સામે આવી છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની તસવીરનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડથી લોકોને સાવચેત કરવા રહેવા માટે કર્યું છે. મીમમાં બતાવવામાં આવ્યું છે કે મની હિસ્ટ વેબ સિરિઝના પ્રોઝેસર ફોન પર પૂછી રહ્યા છે, મને તમારા ફોન પર આવેલો ઓટીપી બતાવો. તેની નીચે વિરાટ અને ગંભીરની તસવીર મૂકવામાં આવી છે. બંને ખેલાડીઓનો એ ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં હાથ પર આંગળી રાખી છે. પોસ્ટ શેર થયા બાદ આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.