'મિર્ઝાપુર 3' પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર, સિરીઝની તરફેણમાં નિર્ણય!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 19:22:55


ક્રાઈમ વેબ સીરિઝ 'મિર્ઝાપુર'ને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. પ્રથમ અને બીજી સીઝન બાદ ચાહકો લાંબા સમયથી 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ચાહકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.  સીરિઝમાં ઉપયોગમાં લેવાતી ભાષા અને બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈને કોર્ટમાં 'મિર્ઝાપુર' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અંગે કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વેબ સિરીઝના ચાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.


સુપ્રિમકોર્ટની સુનાવણીમાં મિર્ઝાપુર પર પ્રતિબંધ લગાવાની માંગ સ્વીકારવામાં આવી નથી.ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે મિર્ઝાપુરના રહેવાસી સુજીત કુમાર સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે અરજીકર્તાને વધુ સારી પિટિશન દાખલ કરવા કહ્યું છે. આ સિવાય કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે વેબ સિરીઝને પ્રી-સ્ક્રીન કેવી રીતે શક્ય છે.


દાખલ કરવામાં આવેલી અરજીમાં OTT અથવા સીધા ઓનલાઈન પર રિલીઝ થનારી સીરિઝ, ફિલ્મો અને અન્ય કન્ટેન્ટ વિશે કહેવામાં આવ્યું હતું કે તેમની રિલીઝ પહેલા 'પ્રી-સ્ક્રીનિંગ' કરવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું, 'વેબ સિરીઝ માટે પ્રી-સ્ક્રિનિંગ કમિટી કેવી રીતે હોઈ શકે? આ એક વિશેષ કાયદો છે, સિવાય કે તમે કહો કે OTT પણ આ કાયદાનો એક ભાગ છે. તમારે કહેવું છે કે હાલનો કાયદો OTT પર પણ લાગુ થવો જોઈએ. આ પછી ઘણા પ્રશ્નો ઉભા થશે, કારણ કે તે અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે.


કોર્ટએ અરજી કરનારને ફરિયાદ પાછી લેવાનું કહ્યું તેમણે કહ્યું,'ઓટીટી પર આવતી સામગ્રી અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે, જે તમામ દર્શકો દ્વારા જોવામાં આવે છે. તે પછી બધું અલગ છે. તમારી ફાઇલ કરેલી પિટિશન વ્યાપક હોવી જોઈએ, તેથી તમે વધુ સારી રીતે પિટિશન ફાઇલ કરો. આ નિર્ણય સામે આવ્યા પછી, હવે 'મિર્ઝાપુર'ના ચાહકો ખૂબ જ ખુશ છે અને આ સિરીઝના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?