કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાની કેસમાં મોટી રાહત મળી છે. માનહાની કેસ સાંભળતા જ મનમાં રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈ કરવામાં આવેલી ટિપ્પણી યાદ આવી ગઈ હશે. પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. તે બાદ જે થયું તે આપણે જાણીએ છીએ. 2018માં કથિત રીતે ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક હુમલો કર્યો હતો. કથિત રીતે તેમને હત્યારા કહ્યા હતા. આ બાદ રાહુલ ગાંધી પર વિજય મિશ્રા નામના નેતાએ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી આજે થઈ હતી. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. તેમને કોર્ટ તરફથી જામીન મળી ગયા છે.
શું હતી ઘટના?
રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ કેસ અંતર્ગત રાહુલ ગાંધીને કોર્ટમાં પેશ થવું પડ્યું હતું. જે માનહાનિ કેસની વાત થઈ રહી છે તે કેસ છે 2018નો.. અમિત શાહ માટે રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી જેમાં કથિત રીતે રાહુલ ગાંધીએ તેમને હત્યારા કહ્યા હતા. આ નિવેદનને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો ભાજપના નેતા વિજય મિશ્રા દ્વારા. આ કેસને લઈ આજે સુનાવણી કોર્ટમાં થઈ હતી. રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થનમાં આવ્યા હતા.
કોર્ટે આ શરતો પર રાહુલ ગાંધીને આપ્યા જામીન
કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને 25,000 રૂપિયાની સિક્યોરિટી અને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જે કેસને લઈ આજે સુનાવણી થઈ હતી તે કેસ લગભગ 6 વર્ષ જૂનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.