લોકસભા ચૂંટણીને લઈ જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે અને તે મુજબ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાએ અરજી કરી હતી કે પ્રચાર માટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે પરંતુ કોર્ટે પ્રચાર માટે જામીનની શરતો રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને તે મુજબ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે.
કોર્ટમાં કરી હતી અરજી પરંતુ...
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક એવી હતી જ્યાં તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો જંગ અનેક વખત જોવા મળે છે. નિવેદનને કારણે આ બેઠકને લઈ ચર્ચા થતી રહે છે. ચૈતર વસાવા મનસુખ વસાવા માટે બોલે છે તો મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલે છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે પરંતુ ચૈતર વસાવાને મોટો ઝટકો પડ્યો છે. પરંતુ નર્મદા કોર્ટે ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ નથી કરી શકતા જેને લઈ તેમણે નર્મદા કોર્ટમાં અરજી કરી હતી. પ્રચાર માટે જામીનની શરતો રદ કરવામાં આવે તેવી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજીને રદ્દ કરી દીધી છે.