રાજધાની ટ્રેન રોકવા મામલે જીગ્નેશ મેવાણી સહિત 31 લોકોને આરોપમાંથી કોર્ટે કર્યા મુક્ત, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 11:22:29

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે મોટી રાહત આપી છે. એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે 2017ના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો. 2017માં અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત જીગ્નેશ મેવાણી, તેના તત્કાલિન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 



શું હતો સમગ્ર મામલો? 

આ કેસની વાત કરીએ તો 11 જાન્યુઆરી, 2017ના દિવસે જીગ્નેશ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈને ટ્રેનને 20 મિનિટ માટે રોકી દીધી હતી.જેને લઈ વિરોધ કરવામાં આવતો હતો તે વાત દલિતોના જમીન બાબતની હતી. જમીન મુદ્દે જીગ્નેશ મેવાણી સહિત લોકોએ વિરોધ કર્યો હતો. IPC કલમ 143,147 149, 332 કલમ, તથા 120B તેમજ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટના નિર્ણય પછી શું કહ્યું જિજ્ઞેશ મેવાણીએ? 

આ કેસના નિર્ણય પછી, કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જમીનનો મુદ્દો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર જ્ઞાતિવાદી ગુંડાઓએ વર્ષોથી ગેરકાયદે કબજો જમાવ્યો છે!" આ સંઘર્ષ દરમિયાન ઘણા કેસ નોંધાયા હતા, પરંતુ આજે અમદાવાદની મેટ્રો કોર્ટે અમને અને સંઘર્ષના 31 સાથીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ! દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોને જમીન અધિકારો આપવાનો સંઘર્ષ ચાલુ રહેશે!”



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?