દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાની વાતો કરી રહ્યા છે, ત્યારે ખરેખર દેશની આર્થિક સ્થિતી કાંઈ અલગ જ છે. ઓક્ટોબર મહિનામાં દેશનની નિકાસની તુલનામાં આયાત વધી રહી હોવાનું સરકારી આંકડામાં સામે આવ્યું છે. હાલ દેશની વ્યાપાર ખાધ ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં દેશની નિકાસ માસિક આધાર પર 2.6 ટકા ઘટ્યો છે, પરંતું આયાત 20.8 ટકા વધી છે. આ જ કારણે દેશની વ્યાપાર ખાધ વધીને 31.5 બિલિયન ડોલરથી ગઈ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં વ્યાપાર ખાધ આ વ્યાપાર ખાધ 26.31 અબજ પર હતી.
દેશની વ્યાપાર ખાધ ટોચ પર
ઓક્ટોબરમાં આયાત 6.2 ટકાના વાર્ષિક વધારા સાથે $33.57 અબજ રહી
ઓક્ટોબરમાં નિકાસ 12.3% વાર્ષિક વધારા સાથે $65 અબજ રહી
માસિક આધાર પર આયાત 2.6% ઘટી, જ્યારે નિકાસ 20.8% ઘટી
સર્વિસ સેક્ટરમાં પણ 1.61% નો ઘટાડો
દેશમાં એપ્રિલથી ઓક્ટોબર 2023 માટે આયાત વાર્ષિક આધાર પર 7 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે નિકાસમાંમાં વાર્ષિક આધાર પર 8.95%નો ઘટાડો આવ્યો છે. એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે ગુડ્સ અને સર્વિસ સેકટરનની આયાતમાં 1.61%નો અને નિકાસમાં 7.4%નો ઘટાડો આવ્યો છે.