ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો થયા હતા જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈ બીબીસી દ્વારા ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. ત્યારે આ ડોક્ટુમેન્ટરીને લઈ વિવાદ છેડાઈ ગયો છે. એક સમય એવો હતો જ્યારે આ વિવાદ ખતમ થવાનું નામ નતું લઈ રહ્યું. પરંતુ થોડા સમયથી આ મામલો શાંત થઈ ગયો હોત એવું લાગી રહ્યું હતું પરંતુ આજે આ વિવાદ ફરી છેડાયો છે. પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે ત્યારે વોશિંગટનમાં રાઈટ્સ ગ્રુપ દ્વારા બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.
અમેરિકાના પ્રવાસે જવાના છે પીએમ મોદી!
21 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે પીએમ મોદી જવાના છે. તેમના પ્રવાસ પહેલા બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ ફરી છેડાઈ ગયો છે. ગોધરા કાંડ પર આધારીત ડોક્યુમેન્ટરી ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્યનનું સ્ક્રીનિંગ કરવામાં આવશે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. યુએસની મુલાકાત પેહલા બે માનવાધિકાર જૂથો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 20 જૂનના રોજ ડોક્યુમેન્ટરીનું ખાનગી સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રીનિંગ દરમિયાન નીતિ નિર્માતાઓ, પત્રકારો તેમજ વિશ્લેષકો હાજરી આપી શકે છે.
ભારતમાં ડોક્યુમેન્ટરીને લઈ છેડાયો હતો વિવાદ!
મહત્વનું છે કે આ ફિલ્મને લઈ ભારતમાં વિવાદ છેડાયો હતો. કેન્દ્ર સરકારના આદેશ બાદ તે ડોક્યુમેન્ટરીને યુટ્યુબ અને ટ્વિટરથી હટાવી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ અનેક યુનિવર્સિટીઓમાં પણ થયું હતું ત્યારે આદેશ બાદ વિવિધ યુનિવર્સિટી વહીવટીતંત્રોએ વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવાની પરવાનગી નકારી કાઢી હતી. ઉલ્લેખનિય છે કે ડોક્યુમેન્ટરી બહાર આવી તે બાદ બીબીસીની અનેક ઓફિસોમાં સીબીઆઈની રેડ પડી હતી. ત્યારે ફરી એક વખત ડોક્યુમેન્ટરી ચર્ચામાં આવી છે.