Heart Attackનો સિલસિલો યથાવત! Morbiમાં ધુણતા ધૂણતા અચાનક ભુવાજી બેભાન થઈ પડી ગયા અને ઉડી ગયું પ્રાણ પંખેરૂ..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-23 14:13:28

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે... પ્રતિદિન હાર્ટ એટેકથી અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.. મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપુર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃદ્ધ ધુણી રહ્યા હતા.. ધુણતા ધુણતા અચાનક વૃદ્ધ ઢળી પડ્યા.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમને ત્યાં હાજર તબિબે મૃત જાહેર કર્યા.. આ હાર્ટ એટેકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.. 


ધુણતા ધુણતા અચાનક વ્યક્તિ ઢળી પડ્યો અને... 

કોરોનાને કારણે અનેક વસ્તુઓ બદલાઈ ગઈ છે.. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકો થાય છે પરંતુ કોરોના બાદ આ વસ્તુ બદલાઈ ગઈ હોય તેવું લાગે છે... નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે.. થોડા દિવસ પહેલા સુરતથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બાઈક પર બેસતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.. ત્યારે આવો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે જેમાં ધુણતી વખતે ભુવાજી ઢળી પડ્યા અને મોતને ભેટ્યા...આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે..  


શું છે હાર્ટ એટેકના લક્ષણો અને કારણો? 

હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો હોય છે.. જેમ કે અતિશય કસરત કરવી.. વધારે સ્ટ્રેસ લેવો, વ્યસન હોવું, પૂરતી ઉંઘ ના લેવી, સ્વાસ્થ્ય વર્ધક ખોરાક ના લેવો.. આ સિવાય પણ અનેક એવા કારણો હોય છે જેને કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે.. જો હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર તેમજ ગભરામણ થવી, અવાર નવાર થાક લાગવો, પરસેવો અને ધબકારા વધી જવા સહિત અનેક લક્ષણો હોઈ શકે છે.. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?