ખંભાળિયાના ભંડારિયા ગામની શાળાનું બાંધકામ નબળું, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-03 22:46:48

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અનેક શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ રાજ્યની 6 હજાર જેટલી શાળાઓમાં નવું બાંધકામ થઈ રહ્યું છે. જો કે વિદ્યાર્થીઓની શાળાઓના બાંધકામમાં પણ ભ્ર્ષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાનમાં આવતા સરકારના મંત્રીઓ પણ એક્શનમાં આવ્યા છે. જેમ કે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખંભાળિયાના ભંડારિયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ ગામની શાળાનું નવું બાંધકામ ચાલી રહ્યું છે તે સ્થળની સરપ્રાઈઝ વિઝીટ લેવા પહોંચેલા શિક્ષણ મંત્રીને બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનું જણાયું હતું.


પ્રફુલ પાનસેરિયાનો બાંધકામ તોડી પાડવા આદેશ


શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ પાનસેરિયા દ્વારકાના ખંભાળિયા તાલુકાનાના ભંડારિયા ગામમાં શાળાનું નવું બાંધકામ ચાલતું હતું તેની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રીને ભંડારિયા ગામમાં નવ નિર્માણ થઈ રહેલા શિક્ષણ ભવનના કામમાં ક્ષતિ જણાઈ હતી. તેમણે જે જોયું તે દુખદાયક હતું, પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો, શિક્ષણ રાજ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે આવી કામગીરી કોઈ સંજોગોમાં ન ચાલે. આ બાંધકામ તાત્કાલિક જમીનદોસ્ત કરો અને નવેસરથી બાંધકામ કરો. તેમનો સ્પષ્ટ ઈશારો નબળી ગુણવત્તાના મટીરીયલ સામે હતો. પ્રફુલ પાનસેરિયાએ તાકિદ કરી કે તેઓ ફરી આ શાળાની મુલાકાત લેશે. પ્રફુલ પાનસેરિયાએ એવું પણ કહ્યું કે પૂરતા રૂપિયા આપવામાં આવ્યા છે. ભંડારિયા ગામની શાળાના નબળા બાંધકામ અંગે અગાઉ રજૂઆત કરાઈ હતી. પૂરતા રૂપિયા વસૂલ્યા હોવા છતા પણ નબળું બાંધકામ કેમ થયું તે સૌથી મોટો સવાલ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?