ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. નવેમ્બર અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો જાહેર કરી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ત્યારે સ્ક્રીંનિંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હાઈકમાન્ડની મોહર લાગ્યા બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
હાઈકમાન્ડ ઉમેદવારોના નામ પર લગાડશે મોહર
લાભપાંચમની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. જ્યાં ઉમેદવારોના નામો પર મોહર લાગી શકે છે. આ બેઠક મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં મળવાની છે જેમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિત અનેક આગેવાનો હાજર રહેવાના છે.