અમારા દર્શકોએ જે સ્થિતિ મોકલી એમાં છલકાયું દર્દ! કાદવને કારણે વિદ્યાર્થીઓ નથી જઈ શકતા શાળાએ! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 09:48:41

રાજ્યમાં ઘણા સમયથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદની રાહ ખેડૂતો સૌથી વધારે જોતા હોય છે. વરસાદને કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલતી હોય છે. વરસાદની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. વરસાદની મજા લેતા બાળકોના દ્રશ્યો અનેક વખત આપણી સામે આવતા હોય છે. પરંતુ તે જ વરસાદ અનેક બાળકો માટે આફતરૂપ પૂરવાર થાય છે. વરસાદને કારણે રસ્તાઓ તૂટી જાય છે. વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર કાદવ જોવા મળતો હોય છે, જેને કારણે અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે એવા અનેક દ્રશ્યો તેમજ વીડિયો તમને બતાવવા છે જેમાં શાળા સુધી પહોંચવા માટે બાળકો કેટલો સંઘર્ષ કરી રહ્યા છે.

   

સમસ્યાને જોવાના હોય છે અલગ અલગ દ્રષ્ટિકોણ

એક સમસ્યાને જોવાના અનેક દ્રષ્ટિકોણ હોય છે. એક જ સમસ્યા અલગ અલગ વ્યક્તિને અલગ અલગ લાગતી હોય છે. જો અમીર વ્યક્તિના હજાર રૂપિયા ખોવાઈ ગયા હોય તો તે આ વાતને એકદમ સામાન્ય રીતે લેશે. એ એવું વિચારે છે કે આ માત્ર હજાર રૂપિયા જ છેને. પરંતુ જો હજાર રૂપિયા સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિના ખોવાઈ ગયા હોય તો? તે રકમ તેને મોટી લાગે છે. તેવી જ રીતે જ્યારે કોઈ ગામની સમસ્યા સરકાર સુધી પહોંચે તો સરકારને તે નાની લાગતી હોય છે. એવું વિચારે કે આટલી મોટી સિસ્ટમમાં આવી સમસ્યાઓ ચાલતી રહે. પરંતુ તે જ સમસ્યા તે ગામ માટે મોટી હોય છે.   

 આ સિવાય ગ્રામજનોને પણ કે જેમણે પોતાના કામથી જવું હોય અને વાહન ના હોય તો તેમણે કાદવમાં ઉતરવું પડે છે. ચંદલા ગામમાં મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં નજીકમાં આવેલી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

98 વિદ્યાર્થીઓ નથી પહોંચી શકતા શાળાએ 

આ વાત એટલા માટે કરવી છે કારણ કે એવા વીડિયો જમાવટને મળ્યા છે જે વિદ્યાર્થીઓની પરેશાનીને દર્શાવે છે. વરસાદની સિઝન દરમિયાન અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે જમાવટને એક દર્શકે વીડિયો મોકલ્યો છે જેમાં બાળકો કાદવમાંથી પસાર થઈ શાળા પહોંચવા મજબૂર બન્યા છે. જે વીડિયો અમને મળ્યો છે તે અમને અમેરિકાના દર્શકે મોકલાવ્યો છે. પેટલાદ પાસેના ચાંગાનો એ વીડિયો છે. જેમાં રસ્તો બતાવ્યો છે અને સવાલ કર્યો છે કે જો વિદ્યાર્થીને શાળામાં જવું હોય તો કેવી રીતે જાય? ખરાબ રસ્તાને કારણે 98 જેટલા બાળકો શાળાએ નથી જઈ શકતા. વિદ્યાર્થીના જીવનને બદલવા માટે એક લેક્ચર પણ કાફી હોય છે. ખરાબ રસ્તાને કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે.          

 ગરબાડા તાલુકાના ચંદલા ગામમાં પાકા રસ્તાના અભાવે ચોમાસામાં કાદવ, કિચ્ચડનું સામ્રાજ્ય સર્જાતું હોય છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થવું પડે છે. આવી સ્થિતિમાં શાળાએ જતા બાળકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પાણીનો યોગ્ય નિકાલ થતો ના હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોવાનું માનવામાં આવે છે. 

પાકો રસ્તો ન હોવાને કારણે ભરાઈ જાય છે વરસાદી પાણી 

આવા જ બીજા દ્રશ્યો દાહોદથી સામે આવ્યા છે જેમાં કાદવના સામ્રાજ્યને પાર કર્યા બાદ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શકે છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગરબાડા તાલુકાના ચંદલા ગામના આ દ્રશ્યો છે જ્યાં પાકા રસ્તા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી રસ્તા પર ભરાઈ જાય છે. 

 સૌરભ ગેલોત, દાહોદ: જિલ્લાના ગરબાડાના ચંદલામાં વરસાદી માહોલ પછી પરિસ્થિતિ વિકટ બની છે, કાદવનું સામ્રાજ્ય સર્જાતા બાળકોને વધારે મુશ્કેલી પડી રહી છે. બાળકોએ શાળાએ પહોંચવા માટે અને શાળાએથી ઘરે જવા માટે કાદવનું તળાવ ખૂંદીને જવું પડે છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ બાબતે તંત્રના બહેરા કાને અવાજ ના પડી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 

સરકાર સુધી નથી પહોંચતો ગ્રામજનોનો અવાજ 

અનેક એવા ગામો છે જ્યાં વરસાદી પાણી અનેક દિવસો સુધી ભરાયેલા રહે છે. જેને કારણે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા જઈ શકતા નથી. ઘણી વખત ગ્રામજનોની જાગૃતિનો અભાવ જોવા મળતો હોય છે, સરકાર સુધી લોકોનો અવાજ નથી પહોંચતો. અને જો અવાજ પહોંચે છે તો તેનો ઉકેલ નથી લાવવામાં આવતો. ત્યારે ગામમાં ઉભી થતી પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થાય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?