જૂનાગઢના બાલાગામથી પંચાળાના નવા નક્કોર રોડની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ! સાચે વરસાદે કરી રસ્તાની આવી હાલત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 11:21:23

રાજ્યમાં ખરાબ રોડ રસ્તાની અનેક વખત વાતો કરવામાં આવી હતી. પહેલાનો સમય અલગ હતો જ્યારે વર્ષો સુધી રસ્તો સારી હાલતમાં ટકતો હતો. આપણી સામે એવા અનેક બિલ્ડીંગો છે જે આપણી ધરોહરને સાચવીને બેઠા છે. ઘણા વર્ષો વિતી ગયા હોય પરંતુ બિલ્ડીંગ આજે પણ અડીખમ દેખાતી હોય છે. જેને જોઈ અનેક વખત એવો વિચાર આવતો હોય કે રાજાના સમયમાં બનેલા રસ્તાઓ, ઈમારતો કેવી રીતે આટલા વર્ષો પછી પણ એવી જ પરિસ્થિતિમાં છે જે પરિસ્થિતિમાં તે સમયે હશે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત એકદમ ખખડધજ થઈ ગઈ છે. અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં પણ રસ્તાઓની હાલત એકદમ ખરાબ છે. તો ગામડાઓની વાત જ ક્યા કરવી? 

રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવે છે હલકી ગુણવત્તાવાળો સામાન

છેલ્લા ઘણા સમયથી અમે ખરાબ રોડ રસ્તાઓની વાતો કરતા હોઈએ છીએ. કોઈ વખત બ્રિજની હોય છે તો કોઈ વખત રસ્તા પર પડતા ખાડાની . એમાં પણ ભૂવાઓને કેવી રીતે ભૂલી શકાય. રસ્તાઓ બનશે અને થોડા સમય બાદ જ રસ્તા પર ખાડા દેખાવવાના શરૂ થઈ જશે, રસ્તા પર પાથરવામાં આવતા ડામર પણ એક હાથથી ઉખડતા હોવાના વીડિયો આપણી સામે આવ્યા છે. અનેક વખત એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે કે નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે, અવારનવાર એવી તસવીરો પણ સામે આવતા હોય છે. 


બાલાગામથી પંચાળા વચ્ચેનો રસ્તાની છે અતિબિસ્માર હાલત 

ત્યારે ફરી એક વખત રસ્તાની વાત કરવી છે. આ વખતે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. બાલાગામથી પંચાળા વચ્ચેના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તાને જોતા એવું લાગે જ નહીં કે આ રસ્તો એક વર્ષ પહેલા જ અવરજવર માટે ખુલ્લો મૂકાયો છે. જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હાલ વરસાદને કારણે રસ્તાની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ ત્યાંના સ્થાનિકોનું તો કંઈક અલગ જ કહેવું છે. સ્થાનિક કહી રહ્યા છે કે આ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. 


સામાન્ય વરસાદ થતાં જ થાય છે રસ્તાઓનું ધોવાણ

એક તરફ ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન છે, તો બીજી તરફ રસ્તાની હાલત ખુબ સરસ છે તેવા નિવેદનો મંત્રીઓ દ્વારા, સત્તાધારી પક્ષના પ્રવક્તા દ્વારા આપવામાં આવતા હોય છે. પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પહેલા તો રસ્તો બનાવવામાં આવે છે, પછી થોડા સમય બાદ રસ્તાને ખોદવામાં આવે છે. રસ્તો ખોદાયા બાદ તેને વ્યવસ્થિત રીતે પૂરવામાં નથી આવતો જેને લઈ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. ખરાબ રસ્તાને કારણે વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ઉપરાંત વાહનને પણ નુકસાન થાય છે.      



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...