ગુજરાત વિધાનસભા નજીક આવતા કોંગ્રેસ ફરી સક્રીય થયું છે.
ત્યારે કોંગ્રેસમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી
ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા છે. ઈચ્છુક ઉમેદવારોના ઈન્ટરવ્યૂ
કમિટી દ્વારા લેવામાં આવશે. તેમજ તેમનું વિઝન પણ જાણવામાં આવશે.
કમિટી દ્વારા ઉમેદવારોના લેવાશે ઈન્ટરવ્યુ
કોંગ્રેસમાં પ્રથમ વખત ટિકિટ આપત પહેલા ઉમેદવારો સાથે વાતચીત કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. આ વાતચીત એક પ્રકારના ઈન્ટરવ્યું જેવું જ હશે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો આજથી કોંગ્રેસમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચના કરાઈ છે. ત્રણ જિલ્લા વચ્ચે બનાવેલી આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પ્રમુખ સહિતના વિવિધ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો સાથે વાતચીત થયા બાદ કોંગ્રસ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.
પસંદગી કરાયેલા નામોની યાદી હાઈ કમાન્ડને મોકલાશે
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ અનેક દાવેદારો ટિકીટની માગીણી કરી રહ્યા છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ nsuiના અનેક નેતાઓએ ટિકિટના માગ કરી છે. ઉપરાંત અનેક નેતાઓ પણ ટિકીટ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માટે આ વખતે ઈન્ટરવ્યુથી પસંદગી કરવામાં આવશે. કમિટી દ્વારા પસંદ થયેલા નામો હાઈ કમાન્ડને મોકલવામાં આવશે.
હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ કરશે ફાઈનલ
પસંદ કરાયેલા ઉમેદવારો અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત પોતાના મતવિસ્તારમાં તેમનો કેટલો પ્રભાવ છે તે જોવામાં આવશે. પોતાના પક્ષને ઉમેદવારો જીત અપાવી
શકશે કે નહીં તે પણ કમિટી દ્વારા જોવામાં આવશે. હાઈ કમાન્ડ મોકલાયેલા નામોમાંથી
પસંદગી કરી ઉમેદવારોનું લિસ્ટ મોકલાશે. જે બાદ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું નામ
જાહેર કરશે.