Surat Policeની સરાહનીય કામગીરી, ગુમ થયેલી માસુમ બાળકીને પોલીસે આ રીતે શોધી કાઢી, આ વાંચી Police પ્રત્યેનું માન વધી જશે....!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-09 17:20:39

પોલીસનો એક ચહેરો આપણે જોયો છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતા કામો, દાદાગીરીને લઈ તેમજ અનેક પોલીસ દ્વારા કરવામાં આવતો દુર્વ્યવહારને તો આપણે જોયું છે, આપણામાંથી અનેક લોકોને અનુભવ થયા હશે. પરંતુ આ બધા વચ્ચે પોલીસ દ્વારા અનેક કામો એવા પણ કરવામાં આવે છે જે કદાચ આપણે જોતા નથી. ત્યારે આજે પોલીસના એક ચહેરાની વાત કરવી છે જે કદાચ આપણે નથી જોતા. વાત આજે સુરત પોલીસની કરવી છે જેમણે બે વર્ષની માસુમ બાળકીને શોધવા માટે જમીન આસમાન એક કરી દીધું છે.  શહેરમાં લાગેલા સીસીટીવીની મદદથી પોલીસે બાળકીને શોધી કાઢી હતી.


પોલીસની કામગીરીને કારણે માતા-પિતા બાળકીને મળ્યા 

અનેક વખત આપણી સામે પોલીસના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ પોલીસ વિભાગ પ્રત્યે નફરત થઈ જતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવતા વ્યવહારને કારણે લોકો પોલીસને પોતાના મિત્ર નથી માનતી. પરંતુ ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસની પ્રશંસનીય કામગીરીને કારણે માતા પિતાને તેમની દીકરી પરત મળી છે. 


ટીમો બનાવી પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી  

મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા દંપત્તીને તેમની બે વર્ષની દીકરી નથી મળી રહી. માસુમ બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. માતા પિતાએ બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ આસપાસ બાળકીના મળતા પોલીસ સ્ટેશન માતા પિતા પહોંચ્યા હતા. આ ઘટનાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્વરીત બાળકીને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી. પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા તજવીજ હાથ ધરી હતી. 


શહેરમાં લાગેલા કેમેરા બાળકી માટે આશીર્વાદરૂપ સાબિત થયા 

શહેરમાં લાગેલા સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી. 300 સીસીટીવી પોલીસે ચેક કર્યા અને તે બાદ ગાધા નગર પાંડેસરા ખાતેથી એક દંપત્તિના ઘરેથી  બાળકી મળી આવી હતી. પોલીસે દંપત્તિની પૂછપરછ કરી જેમાં દંપત્તિએ જણાવ્યું કે બાળકી રોડ પર એકલી ઉભી હતી. બાળકીને જ્યારે તેનું નામ, માતા પિતાનું નામ, સરનામું પૂછવામાં આવ્યું ત્યારે જણાવી શકી ન હતી. અનેક સમય સુધી બાળકીને લઈ તેઓ તે જગ્યા પર ઉભા રહ્યા પરંતુ કોઈ ન આવ્યું. જેને લઈ બાળકીને તેઓ પોતાની સાથે લઈ ગયા. બાળકીને શોધવા માટે પોલીસે એકબાદ એક 300 જેટલા સીસીટીવીને ચેક કર્યા હતા અને અંતે પોલીસને બાળકીને શોધવામાં સફળતા મળી હતી. ગણતરીના કલાકોમાં જ બાળકી પોતાના માતા પિતા પાસે પહોંચી ગઈ હતી.


પોલીસ આપણી મિત્ર છે... 

મહત્વનું છે કે આપણે પોલીસને આપણા મિત્ર નહીં પરંતુ દુશ્મન માનીએ છીએ. પોલીસને પોતાની તકલીફ કહેતા અચકાઈએ છીએ. પરંતુ અનેક પોલીસ કર્મીઓ એવા છે જેમને જોઈ લાગે કે પોલીસમાં પણ માનવતા હજી જીવે છે. પોલીસના અનેક વીડિયો સામે આવી રહ્યા છે જે આપણને જણાવે છે કે પોલીસનું એક આ રૂપ પણ છે જે કદાચ આપણે નથી જોતા.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?