બટાકાની નગરી ડીસામાં જામ્યો છે ચૂંટણીનો રંગ


  • Published By :
  • Published Date : 2022-10-29 17:29:46

બટાકાની નગરી ડીસામાં જામ્યો છે ચૂંટણીનો રંગ 

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ડીસા વિધાનસભા બેઠક પર આ વખતે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. હાલ આ બેઠક પર ભાજપનો કબજો છે પરંતુ કોંગ્રેસ અને AAP કોઈપણ સંજોગોમાં આ બેઠક જીતવા ઈચ્છે છે બનાસકાંઠાની ડીસા વિધાનસભા સીટ પર પણ રાજનીતિક દળોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.


ડીસા વિધાન સભા બેઠક 

આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પંડ્યા શશિકાંત મહોબતરામે કોંગ્રેસના ગોવાભાઈ રબારીને લગભગ 14,000 મતોથી હરાવ્યા હતા. બનાસકાઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક જિલ્લાની સંસદીય બેઠકમાં ઘણી મહત્વની છે. અહીંના સાંસદ પરબત ભાઈ પટેલ ભાજપના છે અને કેન્દ્રીય નેતૃત્વ ઈચ્છે છે કે ડીસા ભાજપના નિયંત્રણમાં રહે.ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં ડીસા વિધાનસભા બેઠકનો ક્રમાંક 13 છે. આ બેઠક પર યોજાયેલી અત્યાર સુધીની વિધાનસભા ચુંટણીની વાત કરીએ તો ગુજરાતની ડીસા વિધાનસભા સીટ પર છેલ્લા બે દાયકાથી જેટલી પણ ચૂંટણી થઈ છે, મુખ્યત્વે દર પાંચ વર્ષે અહીં ધારાસભ્ય બદલાઈ જાય છે અત્યાર સુધીમાં આ વિધાનસભા સીટ પર થયેલી ચૂંટણીમાં 5 વખત કોંગ્રેસને જીત મળી છે, જ્યારે ચારવાર ભાજપે જીત મેળવી છે


ડીસા વિધાનસભા બેઠકનું જાતીય સમીકરણ

બનાસકાંઠાની ડીસા વિધાનસભા સીટ એક સામાન્ય સીટ છે, આ સીટ પર અનુસૂચિત જાતિના મતદાતાઓની સંખ્યા 10 ટકા છે તો જ્યારે અનુસૂચિત જનજાતિના મતદાતા 3 ટકાની નજીક છે. આ સીટ પર 3 ટકા મુસ્લિમ વોટર પણ છે. જો કે આ વિધાનસભા સીટ પર પટેલ મતદાતાઓની સંખ્યા નિર્ણાયક માનવામાં આવે છે. 70 ટકાની નજીક ગ્રામીણ મતદાતા છે, જ્યારે શહેરી મતદાતાઓની સંખ્યા 30 ટકાની નજીક છે.


ડીસા વિધાનસભાનું મતદાન સમીકરણ

2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી 3.5 લાખથી વધુ છે. કુલ 68.99 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જ્યારે 31 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા 8.94 ટકા છે જ્યારે અનુસૂચિત જનજાતિના મતદારોની સંખ્યા માત્ર 2.63 ટકા છે. લોકસભા ચૂંટણી 2019માં અહીં 62.51 ટકા મતદાન થયું હતું જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 71.74 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં 69.14 ટકા વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને માત્ર 20 ટકા વોટથી સંતોષ માનવો પડ્યો હતો.


ડીસા વિધાનસભા બેઠક પર AAPની શું રણનીતિ હોઈ શકે 

આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જંપલાવ્યું છે અને ગુજરાતમાં જોરશોરથી તેની તૈયારીઓ પણ દેખાઈ રહી છે. ડીસા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે. ડીસા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ડો. રમેશ પટેલની જાહેરાત કરી છે. ડો. રમેશ પટેલ શરૂઆતથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ અને હાલ જિલ્લા પ્રમુખ પદે કાર્યરત છે. જ્યારે તેઓ બનાસકાંઠાના સૌથી મોટા સમાજ ચૌધરી સમાજમાંથી આવે છે. તેઓ ડીસામાં ઓર્થોપેડિક ડોક્ટર છે અને પોતાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવે છે.તેમના નામની જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ પોતાની ચાણક્યનીતિ સાબિત કરી છે. જેથી હવે ભાજપ અને કોંગ્રેસ બંનેને પણ ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા તેમની રણનીતિ બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ વખતે ડીસા વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ સર્જાય અને તે ખૂબ રસપ્રદ બની રહે તેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે પણ છેલ્લે તો જનતાએ જ નક્કી કરવાનું છે કે કોને જીતનો દાવેદાર બનાવવો છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?