AMCના પદાધિકારીઓની ઓફિસ બહાર લાગતા નેમ પ્લેટના કલરમાં કરાયો બદલાવ! જાણો શું છે સમગ્ર મામલો અને આ મામલે શું કહ્યું મેયરે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-16 11:15:46

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગાવવામાં આવતી નેમ પ્લેટનો કલર બદલી દેવામાં આવ્યો છે. પહેલા જે નેમ પ્લેટ પર વાદળી રંગ દેખાતો હતો હવે તેને બદલીને ભગવો રંગ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હોદ્દેદારોની ઓફિસની બહાર કેસરી કલરની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. 


નેમ પ્લેટનો વાદળી કલર બદલીને કરાયો કેસરી કલર  

થોડા દિવસો પહેલા રાજ્યના અનેક મહાનગરોમાં નવા મેયરની, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદ શહેરને પોતાના પ્રથમ નાગરિક મળ્યા હતા. મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જતીન પટેલ ડેપ્યુટી મેયર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફિસ બહાર નેમ પ્લેટ અને ફ્લોર પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. તે નેમ પ્લેટ પર પહેલા વાદળી કલર હતો જેને બદલી દેવામાં આવ્યો છે. વાદળી કલરને બદલીને હવે ભગવો કલર નેમ પ્લેટ પર કરી દેવામાં આવ્યો છે. નેમ પ્લેટ પર ભગવો કલર કરવામાં આવતા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 


શું નેમ પ્લેટના કલરને લઈ થઈ શકે છે વિવાદ? 

જે જગ્યાની નંબર પ્લેટ બદલવામાં આવી છે તે જગ્યા પર નાગરિકો પોતાની સમસ્યાને લઈને આવતા હોય છે. ઓફિસમાં વિપક્ષી નેતાઓ પણ આવતા હોય છે. ત્યારે નંબર પ્લેટનો કલર બદલી લેવામાં આવતા ચર્ચાઓ થવા લાગી છે. જ્યારે નેમ પ્લેટના રંગ વિશે મેયરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'કેસરી રંગ એ શોર્ય અને વીરતાનું પ્રતિક છે. સાથે અમારી ભારતીય જનતા પાર્ટીનો પણ રંગ ભગવો છે. જોકે, નેમ પ્લેટનો કલર બદલી નાખવાનો મુદ્દો કોઈ ચર્ચાનો મુદ્દો નથી.' આ નિવેદન મેયર પ્રતિભા જૈન દ્વારા આપવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે શું નેમ પ્લેટના કલરમાં બદલાવ આવવાથી રાજકારણ શરૂ થાય છે?   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?