Gir Somnathના કલેક્ટરે બહાર પડાયું લોકોની સલામતી માટે જાહેરનામું, એવો નિર્ણય લીધો કે તમે પણ કહેશો આવો નિર્ણય બધે લેવાવો જોઈએ..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-28 17:56:19

આપણે એવું માનતા હોઈએ છીએ કે બોલવાથી સિસ્ટમમાં કઈ નથી બદલાતું.. સિસ્ટમમાં રહેતા લોકોને પરવાજ નથી કે આપણે જીવીએ કે મરીએ. આપણે અનેક વખત આવું કહીએ છીએ પરંતુ આજે પણ એવા અધિકારીઓ છે જેમને જોઈ આપણને લાગે કે સિસ્ટમ પર ભરોસો કરવા જેવો છે હજી પણ.. સિસ્ટમમાં કોઈ તો એવું બેઠું છે જેને ફરક પડે છે કે આપણાં જીવવા કે મરવાથી.. અમે આવું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણય પર કહી રહ્યા છીએ.. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. 

આપણે જે જગ્યા પર જઈએ છીએ ત્યાં કેવી સુરક્ષા છે તેનો વિચાર ક્યારેય કર્યો છે?  

આપણે કોઈ પણ સ્થળ પર જઈએ છીએ ત્યારે ત્યાં સેફ્ટીના પ્રિકોશન લેવાયા છે કે નહીં, સેફ્ટીના સાધનો છે કે નહીં તે વિશે જાણવાની દરકાર નથી કરતા. કોઈ મોલમાં કે કોઈ જગ્યા પર જઈએ છીએ ત્યાં આપણી સુરક્ષા માટે કયા પગલા લેવાયા છે તેની જાણકારી હોતી નથી. જો ફાયર સેફ્ટીના સાધનો છે તો તેની વિગતો આપણી પાસે નથી હોતી. તેના લાયસન્સની વિગતો સામાન્ય માણસો જોઈ શકે તેવી રીતે રાખવામાં આવતી નથી.. 


ગીર સોમનાથના કલેક્ટરની એક સુંદર પહેલ  

આ બધા વચ્ચે સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાએ એક મહત્વનું પગલું લીધું છે. પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મુજબ હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગત જોઈ શકશે.. ચારેય બાજુ ફેલાયેલા અવિશ્વાસના વાતાવરણની વચ્ચે અમુક સમાચારથી ભરોસો આવે છે આ તંત્ર પર, એવું થાય છે કે સિસ્ટમમાં ક્યાંક તો કોઈક તો એવું બેસેલું છે જેને ફરક પડે છે આપણાં જીવવા કે મરવાથી, અને એટલે જ એમને થેંક્યુ કહેવાનો અને બીજાને વિનંતી કરવાનો આ સમય છે... 



સાહેબને થેંક્યું કારણ કે...  

સૌથી પહેલા તો ગીર સોમનાથના કલેક્ટર ડી ડી જાડેજા... તમને થેંક્યું સો મચ. તમે એ નિર્ણય કર્યો છે જેનાંથી અમને ભરોસો આવી રહ્યો છે કે નાગરીકના જીવવા કે મરવાથી કોઈક તો છે જેને ફરક પડે છે, જે અમને ખદબદતી જીવાત નહીં પણ દેશના નાગરિક માને છે, એમણે નિર્ણય કર્યો છે કે હવેથી દરેક જાહેર સ્થળો પર સેફ્ટીના લાઈસન્સના સર્ટીફીકેટ લગાવવામાં આવશે, જેથી કોઈ પણ જગ્યાએ જતા પહેલા નાગરીકોને ખબર પડે કે એ જગ્યા મોજ માટે છે કે મોત માટે.. 



અમે પણ વિનંતી કરી રહ્યા છીએ કે.. 

ડી ડી જાડેજાએ ગીરસોમનાથમાં આ શરૂઆત કરી છે, પણ હવે રાજ્યના દરેક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે પણ પ્લીઝ સામાન્ય નાગરીકની સુરક્ષા માટે આ શરૂઆત કરો, અમે નાગરીકોને પણ આ વિનંતી કરી રહ્યા છીએ કે તમે પણ તમારા વિસ્તારના પ્રતિનિધી અને અધિકારીઓને વિનંતી કરો.ત્યારે કલેક્ટર દ્વારા લેવાયેલા આ નિર્ણય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?