જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાને લઈ તંત્ર સજ્જ, કલેક્ટરે યોજી બેઠક


  • Published By :
  • Published Date : 2023-11-17 17:30:41

જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થતી લીલી પરિક્રમાની શ્રધ્ધાળુંઓ કાગડોળે રાહ જોતા હોય છે. દિવાળી બાદ જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે. કારતક સુદ અગિયારસથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અને પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ઉચ્ચ અધિકારીો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્‍ય, પરિવહન સહિત મુખ્‍ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


13 જેટલી સમિતિની રચના 


જૂનાગઢમાં આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનાર લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પરિક્રમા અનુંસંધાને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે, લીલી પરિક્રમાના અનુસંધાનમાં 13 જેટલી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ કાયદો અને વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખશે. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ રૂટનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત તૈનાત સ્ટાફને CPRની તાલીમ અપાશે, જેથી વધતાં હાર્ટ એટેકના કિસ્સામાં સરળતા રહે. તો બીજી તરફ, લોકોના આરોગ્યની સુવિધા માટે 108 ઈમરજન્સીની ટીમ પણ તૈનાત કરાશે. લીલી પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવશે. લીલી પરિક્રમામાં રૂટ ઉપર ગંદકી ન થાય તેનું સર્વે લોકો ધ્યાન રાખે તેવી પણ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અપીલ કરી હતી.


દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા


ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાંભાવિકો  એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.


લીલી પરિક્રમાનું શું છે ધાર્મિક મહત્વ?


લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે, કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મળવ્યાનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ લીલી પરિક્રમા કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?