દેશના વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત ઉત્તરભારતમાં ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર પાંચ દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી વધી શકે છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે.
રાજસ્થાનમાં પણ અનુભવાશે ઠંડી
શિયાળાની ઠંડી દેશભરમાં અનુભવાઈ રહી છે. વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાપમાન ગગડવાને કારણે હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તરભારતના રાજ્યોમાં રહેતા લોકોને આગામી દિવસોમાં ઠંડી સહન કરવાનો વારો આવવાનો છે. રાજસ્થાનમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે.
Uttar Pradesh | Cold wave, fog conditions continue to prevail in Lucknow pic.twitter.com/XzKT6d2pAe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 3, 2023
શ્રીનગરમાં હજી ગગડશે તાપમાનનો પારો
Uttar Pradesh | Cold wave, fog conditions continue to prevail in Lucknow pic.twitter.com/XzKT6d2pAe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 3, 2023મધ્યપ્રદેશમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આવનાર દિવસોમાં ત્યાં પણ ઠંડીનો અનુભવ થવાનો છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો 4-5 દિવસો સુધી તાપમાન ગગડી શકે છે. સૌથી વધુ ઠંડીનો ચમકારો શ્રીનગરમાં જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઠંડી ફરી એક વખત વધી રહી છે.