સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દિવાળીના બીજા દિવસે દુર્ગ જિલ્લાના જાજનગીરીમાં મુલાકાત લઈ ગૌરી-ગોરાની પૂજા કરી હતી. ગૌરી-ગૌરાની પૂજા કરી સીએમએ લોકોના સુખ સમૃદ્ધિની કામના કરી હતી.
પરંપરા મુજબ સીએમએ કરી ગૌરી-ગૌરાની પૂજા
અનેક રાજ્યની અલગ અલગ પરંપરા હોતી હોય છે. ત્યારે છત્તીસગઢમાં પરંપરા મુજબ મુખ્યમંત્રીએ ગૌરા-ગૌરીની પૂજા કરી રાજ્યના લોકોની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વીરેન્દ્ર ઠાકુરે મુખ્યમંત્રીના હાથ પર ચાબુક મારી હતી. આ પરંપરાની પાછળ એવી લોકમાન્યતા છે કે ગૌરી-ગૌરા પૂજાના અવસર પર જો આવી રીતે મારવામાં આવે તો દુષ્ટતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ પરંપરા કરી રાજ્યની સમૃદ્ધિ માટે સીએમ કામના કરે છે.
દિવાળીની તમામને પાઠવી શુભકામના
મુખ્યમંત્રીએ તમામ લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે રોશનીનો તહેવાર તમામના જીવનમાં રોશની કરતો રહે. લોકોની વચ્ચે આવી મને ખૂબ આનંદ થાય છે અને આપની સાથે દિવાળીનો આનંદ વહેંચી મારું દિલ પ્રસન્ન થઈ જાય છે.