ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. હાલત એકદમ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે એક નિર્ણય કર્યો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. ચીનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હવેથી દૈનિક કેસોની સંખ્યા જાહેર કરવામાં નહીં આવે.
દૈનિક આંકડા જાહેર કરવામાં નહીં આવે
કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન, જાપાન, થાઈલેન્ડ જેવા દેશોમાં કોરોનાને લઈ હાહાકાર મચ્યો છે. વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે. ચીનમાં એચલા બધા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે બેડ ખૂટી રહ્યા છે. દવાઓની કમી પડી રહી છે. ચીનમાં કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે એક નિર્ણય કર્યો છે. વધતા કોરોના સંક્રમણને છૂપાવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય હવેથી કોરોનાના આંકડા જાહેર નહીં કરે.
આવનાર સમયમાં વણસી શકે છે ચીનમાં પરિસ્થિતિ
ચીનમાં જે રીતના કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે અંદાજથી આગામી સમયમાં કરોડો લોકો કોરોના સંક્રમિત થઈ જશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે લાખો લોકો મોતને ભેટી જશે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં થાય. ચીનમાં વધતા કોરોનાને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી રહી છે. અનેક દેશોએ પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી હતી.