ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. જેને કારણે ચીન સરકારે ઝિરો કોવિડ નીતિને અમલમાં લાવી દીધી હતી. જેને કારણે કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ નીતિનો ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોએ રસ્તા પર આવી ચીન સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીધો છે.
વિરોધ વધતા ચીન સરકારે હળવા કર્યા પ્રતિબંધ
શિયાળાની શરૂઆત થતા ચીનમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. વધતા કોરોના કેસને કારણે ચીન સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. કોરોના સંક્રમણને કાબુમાં લાવવા ચીન સરકારે કડક પ્રતિબંધો લાદી દીધા હતા. જેને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. પરંતુ ચીન સરકારને આને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સફેદ કાગળ લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચીન સરકારની નીતિ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
પ્રતિબંધ હળવા થવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ શકે
વધતા વિરોધને કારણે જ્યાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યાના નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે. બીજિંગમાં કોરોના ટેસ્ટ કરતા ડોમને હટાવી દેવામાં આવ્યા છે. શેનઝોંગમાં પણ ભરવા માટે કોરોના રિપોર્ટ બતાવો ફરજિયાત નથી. પ્રતિબંધો હટાવાથી લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલા હળવા પ્રતિબંધોને કારણે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થયો છે. ત્યાંના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રતિબંધો હટાવાથી લાખોની સંખ્યમાં લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે અને લોકોના મોત થઈ શક્ છે.